Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક દારૂ ભરેલી ચાર લકઝયુરિયસ કાર મળી રૂ.67 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચએ ઝડપી લઈ 6 લોકોને ઝડપી લીધા હતા.

Share

વડોદરાનો કુખ્યાત ઝુબેર મેમણ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ વૈભવી લકઝયુરિયસ કારમાં દમણથી મંગાવ્યો હોવાની પાકી બાતમી IG ને મળતા તેઓ દ્વારા જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને તેની માહિતી મળી હતી. જેમાં તેમણે LCB નાં સ્ટાફને જીલ્લામાં વિવિધ નાકાઓ ઉપર પોલીસ ગોઠવી હતી અને આજે ભરૂચનાં ગોલ્ડન બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી

તે દરમ્યાન લકઝયુરિયસ કાર જેમાં ફોર્ચુનર, જીપ કંપાસ તેમજ ટાટા હેરીયર જેવી કારો આવતા તેને રોકીને તપાસ શરૂ કરતાં અંદરથી જુદાં જુદાં બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનાં બોક્ષ મળી આવ્યા હતા.

પોલીસે 2736 બોટલ કિંમત રૂ.10,94,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હાતો. ચાર વૈભવી કાર મળી કુલ રૂ.67,82,700 નો મુદ્દામાલ સાથે આ કાર લઈને આવેલા ઝુબેર ગની મેમણ રહેવાસી મોગલવાડા વાડી વડોદરા, અનવર દરબાર પાણીગેટ વડોદરા, ફૈઝલ મુલ્તાની બારડોલી, ફિરોજ દિવાન આજવા રોડ વડોદરા, અલ્તાફ દિવાન યાકુતપુરા વડોદરા, મૈયુદ્દીન શેખ યાકુતપુરા વડોદરા, નાસીરઅલી પઠાણ રહે.સોમા તળાવ વડોદરા ને ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછમાં આ દારૂ ઝુબેર મેમણ દ્વારા દમણનાં ઉમેશ મોદી(મેડી) પાસેથી લાવીને વડોદરાનાં બુટલેગર લાલુ સિંધીને પહોંચાડવાનો હતો ઝુબેર પોતે પણ દારૂનું પાયલોટીંગ જીપથી કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે દારૂ માટે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

નર્મદામાં આજે કોરોનાનાં 45 કેસ નોંધાયા.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કબીર ગામની સીમમાં ખેતરમાં દવા છાંટી હોવાનું કહેતા પશુ પાલક સહીત ૧૦ કરતા વધુના ટોળોનો ખેડૂત પરિવાર ઉપર હુમલો.ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન વિહોણા લાભાર્થીઓને મકાનની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!