Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના બહારની ઉંડાઈ વિસ્તારમાં ગટર લાઈનના કામ બાબતે બોલાચાલી અને ઝઘડો; જાનથી મારી નાખવાની ધમકી નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામ ચાલતું હતું ત્યારે ચેમ્બર બનાવવા સામે વિરોધ કરી ગાળો બોલી 

Share

 

ભરૂચ:
ભરૂચ શહેરના બહારની ઉંડાઈ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા સબાના ડબલ્યુ/ઓ જહાંગીર મહમદખાન પઠાણે ભરૂચમાં ગટર લાઈનના કામ બાબતે થયેલી તકરાર અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ગઇકાલે તા. ૦૫/૧૦/૨૦૨૬ના રોજ બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં સબાનાબેન તેમના ઘેર હાજર હતા તે દરમિયાન તેમના ફળિયામાં લાંબા સમયથી ઓવરફ્લો થતી ગટર લાઈન નાખવા માટે અગાઉ કરેલી અરજી સંદર્ભે નગરપાલિકાના માણસો કામકાજ કરવા માટે આવ્યા હતા. ગટરનું ચેમ્બર કઈ જગ્યાએ રાખવું તે અંગે ફળિયાના લોકો વચ્ચે વાતચીત ચાલી રહી હતી.

તે વખતે ફળિયામાં રહેતા મુમતાઝ રિઝવાન શેખે ઉશ્કેરાઈને પોતાના ઘર પાસે ગટરનું ચેમ્બર બનવા નહીં દઈએ તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ બાબતે બાજુમાં રહેતા સગુ ફતા અઝરુદીન શેખે કામ કરવા દેવા જણાવતા મુમતાઝ શેખનો ભાઈ આકીબ હુશેનખાન પઠાણ અને રાજા હુશેનખાન પઠાણ પણ ઘરની બહાર આવીને ગમેતેમ મા-બેન સમાંતી ગાળો બોલી ગયા હતા.

થોડીવાર પછી મુમતાઝ શેખનો મોટો ભાઈ ઇમરાન હુશેનખાન પઠાણ, તેમની માતા સાયરા હુશેનખાન પઠાણ તથા પિતા હુશેનખાન રહેમાનખાન પઠાણ પણ આવીને મુમતાઝનું ઉપરાણું લઈને ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન મુમતાઝ શેખે સબાનાબેન સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. તેમજ ઇમરાન હુશેનખાન પઠાણે હવે પછી જો ગટરનું કામકાજ કરવા નગરપાલિકાના માણસોને બોલાવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નગરપાલિકાના માણસોને ગટરનું કામકાજ કરવા દીધું ન હતું.

આ ઝઘડામાં કોઈને ઈજા થઈ ન હોય જેથી કોઈ સારવાર લીધી નથી. સબાનાબેન પઠાણે આ મામલે મુમતાઝ રિઝવાન શેખ, આકીબ હુશેનખાન પઠાણ, રાજા હુશેનખાન પઠાણ, ઇમરાન હુશેનખાન પઠાણ, સાયરા હુશેનખાન પઠાણ અને હુશેનખાન રહેમાનખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની તપાસ થવા માટે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ એકેડમી ખાતે શિક્ષક દિવસ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાભાવે ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરા ૧૦૮ ના આરોગ્ય સેવકોનું કલેકટર એ કર્યું સન્માન.

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાતનો પડઘો : ભરૂચમાં શીફાથી મનુબર જતાં એ.પી.એમ.સી. નો RCC માર્ગ કાર્યરત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!