Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસ સ્ટેશનથી એક કિમી દૂર જુગારધામ પર SMCનો દરોડો: PSI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ : પાટડીના વેલનાથનગરમાં જુગારધામ ઝડપાતાં રાજકોટ રેન્જ IG નીલિપ્ત રાયની લાલ આંખ; 7 આરોપી ઝડપાયા, 3 ફરાર, કાર સહિત રૂ.5.23 લાખનો મુદ્દામાલ કબજે

Share

 

સુરેન્દ્રનગર:

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડી સાત આરોપીઓને ઝડપી લેતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ મામલે ફરજમાં બેદરકારી દાખવવાના આક્ષેપ હેઠળ રાજકોટ રેન્જના IG નીલિપ્ત રાયે પાટડીના PSI એચ.એચ. ગોહિલ સહિત ત્રણ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, ગત 9 ઓક્ટોબરના રોજ SMCની ટીમે બાતમીના આધારે પાટડીના વેલનાથનગર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જૈનાબાદના સગરામ રબારી સહિત મહિલા આરોપી સાથે કુલ સાત લોકો જુગાર રમતા ઝડપાયા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.23 હજારની રોકડ અને અંદાજે રૂ.5 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

સ્થાનિક પોલીસ સ્ટેશનથી નજીકમાં જ જુગારધામ ચાલતું હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થવાના મુદ્દે રેન્જ IGએ ગંભીર નોંધ લીધી હતી. ફરજમાં નિષ્કાળજીના આક્ષેપસર PSI એચ.એચ. ગોહિલ તથા DySP કચેરીમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ કોલા અને ચહેરભાઈને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

આ કેસમાં જુગારધામ ચલાવનાર તરીકે કિરણ ઠાકોરનું નામ સામે આવ્યું છે. તેનો ભાઈ કમલેશ ઠાકોર રાજકોટના હીરાસર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો પણ સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બર, 2024ના રોજ પણ SMCએ આ જ વેલનાથનગર વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડી કિરણ ઠાકોર સહિત 30 જુગારીઓને ઝડપી લીધા હતા અને રૂ.6.58 લાખની મત્તા કબજે કરી હતી. અગાઉની કાર્યવાહી બાદ ફરી એ જ સ્થળે જુગારધામ ઝડપાતાં સ્થાનિક પોલીસની દેખરેખ અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ આ મામલે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચમાં મેઘરાજાના મેળાની તૈયારીઓ શરૂ.વેપારીઓએ સ્ટોલ બાંધવાની શરૂઆત કરી…

ProudOfGujarat

કરજણ નજીક પર ટ્રક – કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા એક હીરો એચ.એફ ડીલક્ષ નંબર પ્લેટ વગર મળી કુલ કિં.રૂ. ૬૯,૪૪૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!