Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની તત્વ ચિંતન ફાર્માકેમ કંપનીના સિનિયર પ્રોડક્શન મેનેજરને રસ્તામાં રોકી માર માર્યાનો આક્ષેપ : પ્લાન્ટમાં પાણી છોડવા મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખી કર્મચારીએ ગાડી રોકી ચાર તમાચા માર્યા; ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

Share

 

ભરૂચ:

Advertisement

દહેજ સેઝ-૨માં આવેલી તત્વ ચિંતન ફાર્માકેમ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટમાં પાણી છોડવા મુદ્દે થયેલી બોલાચાલીનો વિવાદ રસ્તા પર પહોંચ્યો હોવાની ઘટના સામે આવી છે. કંપનીમાં છેલ્લા ૧૯ વર્ષથી સિનિયર પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ જોષીને હોલ્ટેક એશિયા કંપનીની દિવાલ પાસે ગાડી રોકાવી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા દશરથ જેસંગભાઈ ગોહિલ સામે મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, ગત ૧૩ ઓક્ટોબરના રોજ ધર્મેશભાઈ રજા પર હોવાથી ઘરે હાજર હતા. સાંજે કંપનીમાં એમઈઈ ઓપરેટર તરીકે કામ કરતા પ્રદ્યુમનભાઈનો ફોન આવ્યો હતો. તેમણે પ્લાન્ટમાં પાણીનો નળ ખોલી આપ્યો હોવા છતાં ઓપરેટર દશરથ ગોહિલ પાણી ખાલી કરતા ન હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે ધર્મેશભાઈએ દશરથ ગોહિલને ફોન કરતાં તેણે શાંતિથી વાત કરી હોવાનું જણાવી કોઈ સમસ્યા હોય તો ઇન્ચાર્જ સાથે વાત કરવા કહ્યું હતું. ત્યારબાદ દશરથનો ફરી ફોન આવ્યો હતો અને તેણે ધર્મેશભાઈને પોતાની નોકરી ખાવા માગતા હોવાનો સવાલ કર્યો હતો. આથી ધર્મેશભાઈએ બીજા દિવસે કંપનીમાં રૂબરૂ મળવા જણાવ્યું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બીજા દિવસે નોકરી પૂર્ણ થયા બાદ સાંજે આશરે ૬:૧૫ વાગ્યે ધર્મેશભાઈ સહકર્મચારીઓ સાથે અર્ટિગા કારમાં ભરૂચ જવા નીકળ્યા હતા. હોલ્ટેક એશિયા કંપનીની દિવાલ પાસે દશરથ ગોહિલ બ્રેઝા કાર લઈને ઊભો હતો. તેણે હાથ ઊંચો કરી અર્ટિગા કાર રોકાવી ધર્મેશભાઈને નીચે ઉતરવા કહ્યું હતું.

ધર્મેશભાઈ નીચે ઉતરતાં જ અગાઉની બોલાચાલીની અદાવત રાખી દશરથ ગોહિલે ગાળો આપી તેમની ફેંટ પકડી ચાર તમાચા માર્યા હતા. ત્યારબાદ પગમાંથી ચપ્પલ કાઢીને પણ માર માર્યો હોવાનો આક્ષેપ છે. સાથે રહેલા કર્મચારીઓએ દરમિયાનગીરી કરી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા.

જતાં પહેલાં દશરથ ગોહિલે પોલીસ ફરિયાદ કરશો અથવા પોતાના કામમાં આડા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ બનાવ અંગે ધર્મેશભાઈ જોષીએ કંપનીના એચઆર હેડ નિલેશભાઈ પારેખ સહિત સહકર્મચારીઓ સાથે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સુરત: કતારગામ વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા: હત્યારાઓ ફરાર

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે તોફાની કપિરાજ પાંજરે પુરાયો.

ProudOfGujarat

ડાભા-ગજેરા ગામ વચ્ચેના 42 પોલ વચ્ચેના 1.77 લાખનો 4650 મીટર વીજતાર ચોરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!