Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, હાલત ગંભીર : 35 વર્ષીય શાંતિલાલ વસાવા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર; ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગની સારવાર ચાલુ, મેડિસિન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ

Share

 

ભરૂચ/નર્મદા:

Advertisement

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષીય શાંતિલાલ વસાવાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લેતાં તેમને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે.

ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ, વેન્ટિલેટર પર સારવાર

સુરત નવી સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, શાંતિલાલ દામજીભાઈ વસાવાને 12 ઓક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કેસ ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગનો છે. દર્દી વેન્ટિલેટર પર છે અને તેમની હાલત ઘણી ગંભીર છે. મેડિસિન વિભાગમાં ડૉક્ટર અશ્વિન વસાવાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

મોટાભાઈને સજા બાદ માનસિક તણાવમાં હોવાની ચર્ચા

ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં તેમની પત્ની સહિત અન્ય આરોપીઓને પણ સજા થઈ છે. વન કર્મચારીઓ પર હુમલાના કેસમાં સજા થયા બાદ ચૈતર વસાવા સહિતના આરોપીઓ જેલમાં છે અને સજા પર સ્ટે મેળવવા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

મોટાભાઈને થયેલી સજાને પગલે શાંતિલાલ વસાવા લાંબા સમયથી માનસિક તણાવમાં હોવાને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી છે. જોકે, આપઘાતના પ્રયાસ પાછળનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસ અથવા પુષ્ટિની વિગતો સામે આવી નથી.

આ ઘટનાને પગલે વસાવા પરિવાર અને તેમના સમર્થકોમાં ચિંતાનો માહોલ છે. હાલ શાંતિલાલ વસાવાની તબિયત ગંભીર હોવાથી તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલુ છે.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં ડુંગરી ગામે ધન શેર ખેતરાડી રસ્તાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં આનંદ…

ProudOfGujarat

આણંદમાં ફાટ્યું આભ : બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર, દોઢ દિવસમાં 13 ઇંચ વરસાદ…

ProudOfGujarat

ભોલાવ ગ્રામ પંચાયતની ગટર સફાઈ કામગીરીમાં સફાઈ કર્મીઓને ગટરમાં ઉતારાયા : સુરક્ષા ધોરણોને લઈ પ્રશ્નો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!