Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એસબીઆઈના એટીએમમાંથી ગઠિયાઓ ૨.૦૯ લાખ ઉપાડી ગયાં 

Share

પાંચબત્તી સર્કલ પાસેના બેન્કના એટીએમને ગઠિયાઓએ ટાર્ગેટ કર્યો
। ભરૂચ ।
ભરૂચમાં એટીએમ મશીનની કનેક્ટીવિટીમાં સમસ્યા સર્જી એટીએમમાંથી અલગ અલગ ૨૨ ટ્રાન્ઝેક્શન થકી અજાણ્યા શખ્સો ૨.૦૯ લાખની ઠગાઈ કરી ગયાં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ એ ડિવિજન પોલીસે ઘટનામાં ફરિયાદ નોંધી બેન્કના સીસીટીવી ફુટેજના આધારે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ શહેરના આર. કે. કાસ્ટા ખાતે રહેતાં અક્ષય વૈધરાજ સોની શહેરના સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની પાંચબત્તી શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની શાખામાં બેન્કનું એટીએમ પણ આવેલું છે. જેમાં એક કેશ ડિપોઝીટ મશીન પણ મુકવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ તેમાં રૂપિયા જમા કરાવી શકે અને ઉપાડી શકે. ગત ૨૦મી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ એસબીઆઈ બેન્કમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ વેળા તેમના કેશ ડિપોઝીટ મશીનમાં બેલેન્સ તપાસતાં તેમાં ૨.૦૯ લાખ રૂપિયા ઓછા જણાયાં હતાં. જેથી તેમણે તેમના મશીનનું સ્ટેટમેન્ટ કાઢી તેમાં ચકાસણી કરતાં ૧૦મી સપ્ટેમ્બરથી ૧૮મી સપ્ટેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ તારીખ અને સમયે ૨૨ ટ્રાન્ઝેક્શન સસ્પેક્ટેડ રિવર્સલની એન્ટી જણાઈ હતી. જેમાં ગણતરી કરતાં તેમાં કુલ ૨.૦૯ રૂપિયાનો જ આંકડો આવ્યો હતો. જેથી કોઈએ તેમના કેશ ડિપોઝીટ મશીન (એટીએમ)ને હેક કરીને કે અન્ય કોઈ રીતે રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે એટીએમના સીસીટીવી ફૂટેજ તપાસતાં અજાણ્યા શખ્સોએ એટીએમ સાથે છેડછાડ કરી એટીએમમાંથી રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મશીનનો પાવર સપ્લાય બંધ કરી ખેલ કરતાં હતાં

એટીએમમાંથી ૨.૦૯ લાખ જેવી મોટી રકમ ગુમ થઈ હોવાનું જણાતાં ટીમે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસતા અજાણ્યા શખ્સો વારાફરતી અલગ અલગ તારીખ સમયે ત્ય આવી એટીએમ કાર્ડ મશીનમાં નાંખતાં હતાં. જયારે એક સાગરિત એટીએમ મશીનના લેન કેબલ સાથે કોઈ છેડછાડ કરી અથવા તો કોઈ રીતે હેક કરતો હોઈ મશીનની કનેક્ટીવી થોડા સમય માટે બંધ કરી દેતાં અને તે સમયગાળામાં તેઓ રૂપિયા ઉપાડી લેતાં હતાં. જેથી તે સસ્પેક્ટેડ રિવરેર્સલ થઈ જતાં બીજી તરફ મશીનની કનેક્ટિવીટી અમુક સમય માટે બંધ થવાને કારણે આગળના વ્યવહારનો લોગ અન્ય બેન્કને ન મળતાં તેના એકાઉન્ટમાંથી રુપીયા કપાતા નહીં અને એટીએમાંથી તેઓ રોકડા લઈ લેતાં હતાં.


Share

Related posts

ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ યુનિવર્સિટી ખાતે લઠ્ઠાકાંડ મામલે એન.એસ.યુ.આઇ દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજયમાં પ્રથમ વખત દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!