Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરીણિત યુવાન સાથે ભાગેલી એક સંતાનની માતાને પત્ની સાસુ સહિત ચારે ફટકારી

Share

ભરૂચ તાલુકાના કવિઠા ગામની ઘટના, પોલીસ ફરિયાદ નોંધાઈ
। ભરૂચ ।
ભરૂચ તાલુકામાં રહેતી અને એક સંતાનની માતા નેહાને તેમના ફળિયામાં જ રહેતા સુનિલ અશોક વસાવા સાથે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. દરમિયાનમાં ગત 16 મી સપ્ટેમ્બરે તે ભરૂચના તુલસીધામ ખાતેથી સુનિલની બાઈક પર બેસીને ઝથડિયા તાલુકામાં આવેલાં સારસા ગામના મંદિરે જતાં રહ્યાં હતાં. તેઓ મંદિરમાં જ સાથે રોકાયાં હતાં. દરમિયાનમાં ૧૮મીએ સુનિલની પત્ની રેણુકાએ સુનિલને ફોન કરીને જણાવ્યું હતું કે, તમે ઘરે પાછા આવી જાવ પપ્પાએ દવા પી લીધી છે. આપણે ત્રણેય સાથે મળીને રહીશું. જેથી તેઓ સારસાથી કવિઠા સુનિલાના ઘરે આવ્યાં હતાં.
સાંજના સાડાઆઠેક વાગ્યાના અરસામાં તેઓ ઘરમાં બેઠા હતાં ત્યારે સુનિલની પત્ની રેણુકા તેમજ તેની માતાએ નેહા સાથે અપશબ્દો ઉચ્ચારી ઢીકાપાટુનો માર મારવા લાગી હતી. દરમિયાનમાં બાજુમાં રહેતી જશોદાબેન તેમજ જ્યોતિબેને ત્યાં આવી તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતાં. તેમજ હવે પછી નું સુનિલ સાથે સંબંધ રાખશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ આપી હતી. ઘટનાને પગલે સુનિલે ૧૧૨ને ફોન કરતાં ટીમે સ્થળ પર પહોંચી મામલામાં તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જોકે, બાદમાં નેહાને મારમાર્યો હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર લેવીપડી હતી. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

કેલોદ વીજ લાઈન માંથી ઇલેક્ટ્રીક કેબલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

રાજપીપલા : આદિવાસીઓ હિન્દૂ નથી એ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો : ડેડીયાપાડાના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ આજે પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છે અને રહીશુ કહ્યું.

ProudOfGujarat

જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આયોજિત જેસીઆઇ વીક 2019 અંર્તગત “ફેશ ટુ ફેશ આઇકોન મીટ” નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!