Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી : ઝેરી બેરિયમયુક્ત ફટાકડા, ઓનલાઇન વેચાણ અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ, નિયમભંગ કરનાર સામે કાર્યવાહી

Share

ભરૂચ: દિવાળીના તહેવારમાં પ્રદૂષણ નિયંત્રણ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં ફટાકડાના ઉપયોગ અને ખરીદ-વેચાણ પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી દિવાળીના દિવસે રાત્રે 8થી 10 વાગ્યા સુધી એટલે કે માત્ર બે કલાક જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

વધુ ધુમાડો અને અવાજ કરતા ફટાકડા, ઝેરી બેરિયમયુક્ત ફટાકડા તથા વિદેશી ફટાકડા રાખવા, વેચવા અને ફોડવા પર પ્રતિબંધ રહેશે. ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા ફટાકડાનું ઓનલાઇન વેચાણ અને ઓર્ડર પર ખરીદી કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. સ્કાય લેન્ટર્ન અને ચાઇનીઝ તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.

Advertisement

હોસ્પિટલ, દવાખાના, શાળા અને અદાલતથી 100 મીટરનો વિસ્તાર સાયલન્સ ઝોન રહેશે. બજારો, સાંકડી ગલીઓ, પેટ્રોલ પંપ અને ગેસ બોટલિંગ પ્લાન્ટ નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. માત્ર PESO-માન્ય ગ્રીન ફટાકડા જ વેચી શકાશે. નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

ખેલૈયાઓને આ વખતે નવરાત્રિના પાસ મોંઘા પડશે, આ કારણે વધુ પૈસા આપવા પડશે.

ProudOfGujarat

સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ બિસ્માર, વાહનચાલકો ત્રાહિમામ, માર્ગનું સમારકામ હાથ ધરવા લોકમાંગ ઉઠી…

ProudOfGujarat

વાંકલ : FPS એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્ને માંગરોળ મામલતદારને આવેનપત્ર પાઠવી કરાઇ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!