Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરશે.

Share

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર અને વહીવટી તંત્ર તમામ પ્રયાસો કરી રહી છે કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પ્રથમ શાળા અને કોલેજોને બંધ કરાવ્યા બાદ ભીડભાડવાળી જગ્યા જેવી કે સિનેમા હોલ, મોલ તેમજ રવિવારી બજારોને પણ બંધ કરવામાં આવ્યા. ત્યારબાદ કલમ 144 જિલ્લામાં લાગુ કરી પાંચથી વધુ લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યું હતું. અને અંતે કોરોના વાઈરસને સંપૂર્ણ પણે અટકાવવા માટે રાજ્યમાં અને જિલ્લામાં લોક ડાઉન જેવો મહત્વના નિર્ણય લેવામાં આવ્યો. જોકે લોકડાઉન વચ્ચે પણ લોકો શહેરના માર્ગો પર મેડીકલ,દવાખાના અને કરીયાણાની ખરીદી દૂધની ખરીદી જેવા બહાનાઓ કરી શહેરના માર્ગો પર રખડતાં નજરે પડ્યા હતા ત્યારે અંતે પોલીસે કેટલાક બિનજરૂરી ફરતા લોકોને ઉઠક બેઠક સાથે મારવાની પણ ફરજ પડી હતી. ત્યારે ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 વાગ્યા પછી સંપૂર્ણ ભારત દેશને લોકડાઉનની જાહેરાત ૨૧ દિવસ માટે કરતા લોકો માર્ગો ઉપર ઊમટી પડયા હતા અને દુકાનો ઉપર પડાપડી કરી રહ્યા હતા.જોકે આ વચ્ચે પોલીસ પણ દોડતી થઇ હતી પરંતુ બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે માર્ગો પર માઇક વડે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને લોકોને ઘરે રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે આ અંગે કેટલાક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અંતે લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. Btp ના છોટુભાઈ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ફેસબુક પર છોટુભાઈ વસાવાએ લોકડાઉન પાલનકર્તા લોકો સામે સરકાર હવે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરે તો જ લોકો ઘરમાં રહેશે એવી પ્રતિક્રિયા આપી હતી. સાથે જ સરકારને નિશાના પર લેતા કોરોના વાયરસની સફાઈ માટે ફાળવેલ 15000 કરોડ મુદ્દે પણ સવાલો કર્યા હતા.છોટુભાઈની શૂટ એટ સાઇટની પ્રતિક્રિયા સામે આવતા કેટલાક લોકોએ સમર્થન આપ્યું હતું તો મોટાભાગના લોકોને આ વાત ગળે ઊતરી ન હતી. કેટલાક બુદ્ધિજીવીઓનું માનવું છે કે લોકોમાં હજુ લોકડાઉન જાગૃતિનો અભાવ છે પરંતુ હવે લોકો ઘરમાં રહેતા શીખી જશે અને કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા માટે સરકારને સહકાર આપશે.

Advertisement

Share

Related posts

અતિ બિસ્માર બનેલા પાલેજ – નારેશ્વર માર્ગના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચના કાંકરિયા ધર્માતરણ કેસમાં 8 આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં મુસ્કાન સ્પા પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!