Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ગાંધીબજાર.ચાર રસ્તા .ફાટા તળાવ.સહિત ના વિસ્તાર માં બિસ્માર બનેલા રોડ.રસ્તા અને ગંદકી મુદ્દે સ્થળ મુલાકાતે ગયેલ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો લોકોએ ઘેરાવો કરતા એક સમયે માહોલ ગરમાયો હતો…

Share

છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના ફાટા તળાવ.ગાંધી બજાર.ફુરજા ચાર રસ્તા સહિત ના વિસ્તારોમાં ગંદકી.ખરાબ રોડ રસ્તા અને ઉભરાતી ગટરો મુદ્દે સ્થનિકોએ અવાર નવાર પાલિકા વિભાગ માં રજુઆત કરી હતી .તેમ છતાં કોઈ પણ પ્રકાર નો નિરાકરણ નહિ આવતા આજ રોજ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત સ્થાનિક કોર્પોરેટરો ને સાથે રાખી સ્થળ મુલાકતે નીકળતા સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો ઊઘડો લેતા એક સમયે સ્થળ ઉપર માહોલ ગરમાયો હતો અને લોકોના રોષ ને જોઈ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સ્થળ ઉપર થી લોકોની સમસ્યાઓ સાંભળી નીકળતા હતા તો લોકો એ પણ તેઓની ગાડી નો ઘેરાવો કરવાનો પ્રયત્નો કર્યા હતો…
વધુ માં સ્થાનિક કાઉન્સીલર યુસુફ મલેક અને સ્થાનિક દુકાનદારો તેમજ રહેવાસીઓએ પાલિકા કચેરી ખાતે દોડી જઇ  પ્રમુખ અને ચીફ ઓફિસરે મુલાકાત લીધેલા સ્થળ ઉપર ની સમસ્યાઓ વહેલી તકે દૂર કરવા માટે ની રજુઆત કરતા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે આગામી ડિસેમ્બર સુધી લોકો ની સમસ્યા ઓનો ઉકેલ લાવવા માટે તેમજ ફાટા તળાવ થી ફુરજા ચાર રસ્તા સુધી આરસીસી રોડ બનાવવા ની બાહેદરી આપતા મામલો થાળે પડ્યો હતો અને લોકોએ પણ પાલિકા ના નિર્ણય ને આવકારી તેઓએ આપેલી બાહેદરી વહેલી તકે પાલિકાનું તંત્ર નિભાવે તેવી માંગ ઉચ્ચારી હતી…

Advertisement

Share

Related posts

ભરૂચ : નગરપાલિકાની ખોટી રીતથી ખાડા પુરવાની નીતીએ અકસ્માત સર્જાયો : યુવક ગંભીર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં આમ આદમી પાર્ટી સરપંચના ઉમેદવાર ઊભા રાખશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઓચ્છણ ગામની સીમમાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં ગેસ પંપનું દિલ્હીનાં નાફેડથી આવેલા એમ.ડી. નાં હસ્તે ટ્રાયલ રન યોજાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!