આમોદ તાલુકાના માંગરોલ ગામે આવાસ યોજનાના કુલ 36 પ્લોટ પૈકી 16 પ્લોટ રદ કરવામાં આવતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આદિવાસી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે મંજૂર કરાયેલા પ્લોટ રદ કરાયાના આક્ષેપ સાથે સરપંચ સહિત ગ્રામજનો અને કોંગ્રેસના હોદ્દેદારો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારીની કચેરીના દરવાજા બહાર ગ્રામજનોએ ધરણાં પ્રદર્શન શરૂ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ‘શ્રી રામ જય રામ જય જય રામ’ના ભજન સાથે વિરોધ પ્રદર્શન કરી રદ કરાયેલા 16 આવાસ ફરી મંજૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
Advertisement
ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળનારા આવાસો રદ કરવા પાછળનું કારણ શું છે તે અંગે તંત્ર સ્પષ્ટતા કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
