Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બંધારણનાં ધડવૈયા એવાં ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Share

ભારતનાં બંધારણનાં ધડવૈયા અને સર્વને સમાન અધિકાર આપનારા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની આજે જન્મ જયંતિની ઉજવણી ભરૂચ જીલ્લામાં સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. ભરૂચ શહેર જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બાબા સાહેબની તસવીર પર પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

હાલ દેશમાં કોરોના વાઇરસની મહામારીને લઈને દેશ ભરમાં લોક ડાઉન છે, કલમ 144 લાગુ કરવામાં આવી છે જેને પગલે ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, અરવિંદ ધોરાવાલાએ ડૉ.બાબા સાહેબની તસવીરને સમગ્ર જીલ્લા શહેર કોંગ્રેસ તરફથી પૂષ્પાંજલી અર્પણ કરી હતી.જયારે જીલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણાએ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બંધારણ આપનાર ડૉ.બાબા સાહેબનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

નાઇટ કરફ્યુ વચ્ચે પણ તસ્કરો બેફામ બન્યા, ભરૂચ તાલુકાનાં દેત્રોલ ગામ ખાતે કાર લઇ આવેલા તસ્કરો બકરા ઉઠાવી જતા ચકચાર…

ProudOfGujarat

નાયક’ ફિલ્મને 24 વર્ષ પૂર્ણ થયા: અનિલ કપૂરે તેમની સૌથી પ્રભાવશાળી ભૂમિકા યાદ કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની અત્યંત રસાકસી ભરેલ યુથ કોંગ્રેસની ચૂંટણીનું આવેલ પરિણામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!