Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના પોઝિટિવ કેસ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વણાકપોરની મુલાકાત લીધી.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થતાં જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ જણાતા તંત્ર દ્વારા ઘટતા પગલા લેવાઇ રહ્યા છે.ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને સીલ કરી દેવાયુ છે.આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વડોદરા રેન્જ આઇજી અભય ચુડાસમાએ વણાકપોર ગામની મુલાકાત લીધી હતી.રાજપારડી પીએસઆઇ જાદવે અધિકારીઓને જરૂરી માહિતી આપી હતી.ગામની મુલાકાત બાદ અધિકારીઓએ ગામમાંથી કોઇ વ્યક્તિ બહાર જાય નહિ તેમજ કોઇ બહારનું ગામમાં આવે નહિં, તે બાબતે તકેદારી રાખવા સુચન કર્યુ હતુ.વધુમાં અધિકારીઓએ આ બાબતે ડ્રોન કેમેરાથી નજર રાખીને વ્યવસ્થા જાળવવા સુચના આપી હતી.વણાકપોર ગ‍ામે કોરોના પોઝિટિવ દર્દી જણાતા ગામમાં આવવા જવાના રસ્તા સીલ કરાયા છે. નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ ગુના દાખલ કરાશે એમ વધુમાં જણાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

આ કચરો નાંખવો ક્યાં : ભરૂચ પાલિકા પાસે યોગ્ય ડંમ્પિગ સાઇટનો અભાવ.? પ્રજા દુર્ગંધથી ત્રાહિમામ..!!

ProudOfGujarat

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વષૅથી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે, જેથી આમ પ્રજામાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!