Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ભીડભંજન ખાડી નજીક જાહેરમાં જુગાર રમતા ૧૦ શકુનીઓ ઝડપાયા.

Share

ભરૂચ શહેરનાં ભીડભંજનની ખાડીમાં હારજીતનો જુગાર રમતા 10 શકુનીઓને ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનાં પોલીસ અધિકારીએ રેડ કરી ઝડપી લીધા હતા. હાલ લોકડાઉન છે ચાર લોકો ભેગા નહીં થવાની સૂચના હોવા છતાં લોકો ટાઈમપાસ કરવા પાના પત્તાનો જુગાર રમે છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ વી.બી.કોઠિયાને મળેલી બાતમીને આધારે પોલીસ સ્ટાફ સાથે ભીડભંજન ખાડી પાછળનાં ખુલ્લા મેદાનમાં પાના પત્તાનો જુગાર રમી રમાડવામાં આવે છે. તેવી બાતમીના આધારે રેડ કરતાં ૧૦ જેટલા શકુનિઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તમામ 10 લોકોની અટક કરીને કુલ રૂપિયા 34,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારધારાની કલમ સહિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51(બી) તથા જી.પી.એકટ 139 આ અંગે તમામ લોકો સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ પી.આઇ કોઠીયા ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

 ભરૂચ જિલ્લાના દુબઈ ગયેલાં લોકો યુદ્ધની સ્થિતીમાં અટવાયાં પણ હાલ સુરક્ષિત

ProudOfGujarat

ઉમરપાડામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગેસ કનેકશન વિતરણ તથા એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!