Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : શુકલતીર્થ નર્મદા નદી કિનારે રેતી માફિયાઓએ કરેલ ખાડામાં ડૂબી જવાથી વધુ 1 શ્રમજીવીનું મોત.

Share

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામ પાસેથી વહેતી નર્મદા નદીનાં પટની રેતી ખૂબ પ્રખ્યાત હોય રેતી માફિયાઓ બેફામપણે ખોદકામ કરી રેતી ઉલેચી રહ્યા છે. જેથી ખાડો પડતાં અને તેની પર નદીનું પાણી ભરતીનાં સમયે ફરી વળતાં કિનારા પર પશુઓ ચરાવવા ગયેલ અથવા અન્ય કામે ગયેલ શ્રમજીવીઓને ખાડામાં પાણી ભરાયેલ હોય ખાડો જણાતો નથી તેથી જ અગાઉ એક શ્રમજીવીનું અચાનક ખાડામાં ગરકાવ થતાં ડૂબી જવાથી મોત થયું હતું. જયારે આજે પણ એવી શંકા સેવાઇ રહી છે કે શ્રમજીવી આજ રીતે ડૂબીને મોત થયું હશે. તા.6-7-2020 નાં રોજ બનેલ આ બનાવની વિગત જોતાં દિનેશ કાળીયા વસાવા ઉં.40 નદી કિનાર તરફ ગયા હતા ત્યારે અચાનક ડૂબી જવાથી તેમનું મોત નીપજયું હતું. ગતરોજ પુનમ હોવાથી નદીનાં પાણી વધ્યા હતા તેવા સમયે દિનેશ વસાવા ખાડામાં ગરકાવ થઈને ડૂબ્યા કે નદીમાં ડૂબ્યા તે તપાસનો વિષય છે. પરંતુ હાલ તો ખાણ ખનીજ ખાતાનાં અમલદારો તેમજ નબીપુર પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં નોંધવું રહ્યું કે અગાઉ શ્રમજીવીનું મોત થયું હતું ત્યારે સાંસદ સભ્ય મનસુખ વસાવા ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેથી ખાણ ખનીજ ખાતાનાં અમલદારો દોડતાં થઈ ગયા હતા અને માપણી કરતાં લીઝ સુરેન્દ્રસિંહ ભીમસિંહ પરમારની જણાતા ખાણ અને ખનીજ ખાતાં દ્વારા આશરે અડધો કરોડ રૂપિયાનો દંડ લીઝ કરતાં વધુ રેતી ઉલેચવા બાબતે અને પર્યાવરણનાં નિયમો તોડવા અંગે કરવામાં આવ્યો હતો. આ બાબતને ગણતરીનાં દિવસો થયા છે ત્યારે ફરી એકવાર આવો જ બનાવ બન્યો છે.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સુપ્રીમમાંથી રાહત મળી, ભરૂચ કોંગ્રેસ એ નિર્ણયને આવકારી ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદામાં કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રખાતા રોષ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!