Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં ત્રિમૂર્તિ હોલ સામે ખુલ્લા કોમન પ્લોટમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપી એક આરોપીની અટકાયત કરવામાં આવી.

Share

ભરૂચ સીટી પોલીસએ બાતમીનાં આધારે ત્રિમૂર્તિ હોલ સામે કોમન પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ, કાર, અને મોબાઈલ મળી કુલ રૂ 1.30 લાખની મતા ઝડપી પાડી એક આરોપીની અટક કરી હતી.વિદેશી દારૂ ઝડપાવા અંગેનાં આ બનાવની વિગત જોતા મળેલ બાતમી મુજબ ભરૂચ સીટી પોલીસે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાની સૂચના અનુસાર અને સીટી પોલીસ એ ડિવિઝનનાં પી.આઈ એકે ભરવાડનાં માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવતા બાતમીનાં વર્ણન મુજબની કાર ત્રિમૂર્તિ હોલ સામેનાં કોમન પ્લોટમાં આવતા તેની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 52 મળી આવી હતી. કાર સાથે આવેલ ઈસમની તપાસ કરતા તે જીગ્નેશ ઉર્ફે સચિન સુરેશ છત્રીવાલા રહે. અંબિકા નગર હોવાનું જણાયું હતુ. પોલીસે વિદેશી દારૂ, કાર, અને મોબાઈલ મળી કુલ રૂ 1.30 લાખની મતા જપ્ત કરી આરોપી જીગ્નેશ છત્રીવાલાની અટક કરી વધુ તપાસ શરૂ કરેલ છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : કલારાણી સ્થિત એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં જેસીઆઇ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં નવા જેસીઆઇ પ્રમુખ સંકેત શાહની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

ProudOfGujarat

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ભટકાતા મહિલાનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!