આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ તથા ભરવાડ યુવા સંગઠન પ્રેરિત ગૌ રક્ષક દળ દ્વારા એસ.આર.પી. જવાનોની દર ત્રણ મહિને થતી બદલી બાબતે આજરોજ ભરૂચ કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવેલ છે કે દર ત્રણ મહિને બદલીઓ થયા કરવાથી એસ.આર.પી. જવાનો માનસિક રીતે કંટાળી ગયા છે અને આત્મહત્યા કરવા જેવા પગલાઓ ભરી રહ્યા છે. એસ.આર.પી. જવાનોની બદલી દર ત્રણ મહિને ગુજરાતનાં જીલ્લાઓમાં કરવામાં આવે છે. આ આવેદનપત્રમાં કલેકટરશ્રીને વિનંતી કરવામાં આવી છે કે એસ.આર.પી. જવાનોની જે-તે જીલ્લામાં કાયમી ધોરણે સ્થાયી કરી દેવામાં આવે જેથી એસ.આર.પી. જવાનો આ કંટાળાજનક દોડાદોડીમાંથી મુકત થાય અને આત્મહત્યા જેવા પગલાં ભરવા ન પ્રેરાય અને આમાં સરકારને પણ ફાયદો છે કારણકે સરકારે તેઓને ટી.એ. નહીં ચૂકવવું પડે જેથી સરકારને 132 કરોડ રૂપિયાનો ફાયદો પણ થશે. આમ એસ.આર.પી. જવાનોની દર ત્રણ મહિને થતી બદલીઓ તાત્કાલિક ધોરણે અટકાવી તેમને જીલ્લાઓમાં સ્થાયી કરતાં આ આવેદનપત્રમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

એસ.આર.પી. જવાનોને જીલ્લા વાઇઝ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
Advertisement
