Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 38 કેસો સાથે આંકડો 559 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!

Share

ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાયરસનાં 38 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 559 પર પહોંચી છે. માત્ર 2 દિવસમાં જ કોરોના પોઝીટીવનાં 50 થી વધુ કેસ નોંધાયા છે જેથી તંત્રની દોડધામમાં પણ વધારો થયો છે.અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસો વધુ જોવા મળી રહયા છે, જેથી હવે જિલ્લામાં જાહેર માર્ગો અને સ્થળો પર નીકળતા લોકોએ સાવચેતી સાથે સલામતી રાખવા જેવી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે. આજે ક્યાં અને કેટલા કેસો નોંધાયા તેની વિગત જોતાં ભરૂચમાં 17, અંકલેશ્વરમાં 13, જંબુસરમાં 2, હાંસોટમાં 2, વાગરામાં 2, આમોદમાં 2 મળી કુલ 38 કેસ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ અને કચ્છમાં એક સાથે IT નું મેગા ઓપરેશન, 18 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી

ProudOfGujarat

ગુજરાત રાજ્યની ઉ. માધ્યમિક શાળાઓ, અનુદાનિત અને સરકારી કોલેજો-યુનિવર્સિટીઓમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા ભરૂચ કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

વિરમગામના વસવેલીયા ગામમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા કપડા વિતરણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!