Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 38 કેસો સાથે આંકડો 559 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!

Share

ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાયરસનાં 38 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 559 પર પહોંચી છે. માત્ર 2 દિવસમાં જ કોરોના પોઝીટીવનાં 50 થી વધુ કેસ નોંધાયા છે જેથી તંત્રની દોડધામમાં પણ વધારો થયો છે.અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસો વધુ જોવા મળી રહયા છે, જેથી હવે જિલ્લામાં જાહેર માર્ગો અને સ્થળો પર નીકળતા લોકોએ સાવચેતી સાથે સલામતી રાખવા જેવી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે. આજે ક્યાં અને કેટલા કેસો નોંધાયા તેની વિગત જોતાં ભરૂચમાં 17, અંકલેશ્વરમાં 13, જંબુસરમાં 2, હાંસોટમાં 2, વાગરામાં 2, આમોદમાં 2 મળી કુલ 38 કેસ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ડભોઈ રેલ્વે નવાપુરા આંગણવાડીમાં ડ્રાયફ્રુટનું વિતરણ કરાતા બાલીકાઓ ખુશ જોવા મળી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરમા એક પછી એક રહસ્યમય બનતા બનાવો

ProudOfGujarat

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી કોવિડ હોસ્પિટલમાંથી બે કેદી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!