Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વચ્ચે હાઈવે પર સિંહ પરિવારની રોયલ લટાર, વાહનચાલકો થંભી ગયા :  કોડીનારના દેવળી ગામ નજીક ચાર સિંહ કેમેરામાં કેદ; વેરાવળ-ભાવનગર હાઈવે પર મધરાતે સર્જાયો અદ્ભુત નજારો

Share

 

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે જંગલના રાજા સિંહોનો પરિવાર હાઈવે પર નિર્ભય રીતે લટાર મારતો જોવા મળ્યો હતો. કોડીનાર તાલુકાના દેવળી ગામ નજીક વેરાવળ-ભાવનગર હાઈવે પર મધરાતે ચાર સિંહોની હાજરીથી વાહનચાલકોમાં આશ્ચર્ય સાથે રોમાંચનો માહોલ સર્જાયો હતો.

Advertisement

હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ સિંહોને જોઈ પોતાના વાહનો થોભાવી દીધા હતા. કેટલાક લોકોએ આ દૃશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોડીનારના મજેવડી વાડી વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો કાયમી વસવાટ છે. વરસાદી મોસમ દરમિયાન તેઓ ઘણીવાર જંગલમાંથી બહાર આવી રોડ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હોય છે.

વન વિભાગ દ્વારા વાહનચાલકોને સિંહો દેખાય ત્યારે સલામત અંતર જાળવવા, વાહનમાંથી બહાર ન નીકળવા તેમજ કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા અપીલ કરવામાં આવી છે. ગીર વિસ્તારમાં વરસાદી મોસમ દરમિયાન વન્યજીવોની અવરજવર વધતી હોવાથી ખાસ સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ- CM રૂપાણીએ વાગરાના સાયખા ખાતે નિર્માણ પામનાર ઇમામી પેપર મિલનું ભૂમિપૂજન કર્યું હતું..

ProudOfGujarat

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન દ્વારા દહેજ ખાતે કોવિડ હોસ્પિટલ ઊભી કરવા મુકેશ અંબાણીને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા દેખાવો યોજયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!