Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે રીઢા ઘરફોડ અને વાહનચોરને ઝડપી પાડ્યો, ₹75 હજારનો મુદ્દામાલ કબ્જે :  સુરતના કામરેજની ઘરફોડ અને લસકાણાની બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો; આરોપી સામે 19થી વધુ ગુનાઓ નોંધાયેલા

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે સર્વેલન્સના આધારે સફળ કાર્યવાહી કરીને ઘરફોડ અને વાહનચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સાથે સુરતના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ઘરફોડ ચોરી તેમજ લસકાણા વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તેની પાસેથી કુલ ₹75 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સુરતમાં ઘરફોડ કર્યા બાદ એક શખ્સ ચોરીની મોટરસાયકલ લઈને અંકલેશ્વરથી નબીપુર તરફ આવવાનો છે. બાતમીના આધારે શીતલ સર્કલ નજીક વોચ ગોઠવી પોલીસે શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન તેની પાસેથી મળી આવેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અંગે સંતોષકારક દસ્તાવેજો રજૂ ન કરી શકતાં પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ સુરતના વાલક પાટિયા નજીક આવેલી સાઇલન્ટ રેસિડન્સીના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

વધુ પૂછપરછ દરમિયાન પોલીસે આરોપી પાસેથી એક આઈફોન અને ₹30 હજાર રોકડા પણ કબ્જે કર્યા હતા. આરોપીએ આ રોકડ રકમ સુરતના કામરેજ વિસ્તારમાં વસંત વિલા સોસાયટીમાં આવેલા બંધ મકાનમાં ઘરફોડ કરીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસ તપાસમાં આરોપીએ ઘરફોડ દરમિયાન ચોરાયેલા સોના-ચાંદીના દાગીના પોતાના ભાઈને આપ્યા હોવાનું પણ જણાવ્યું છે. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના અનુસંધાને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પકડાયેલ આરોપીની ઓળખ ઉમેશ દયાળભાઈ બગડીયા (ઉં.વ. 24) તરીકે થઈ છે. તે હાલ અંકલેશ્વર તાલુકાના નવા કાસ્યા ગામે રહે છે, જ્યારે મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણાભાલ ગામનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી ₹30 હજાર રોકડા, ₹20 હજાર કિંમતનો આઈફોન અને ₹25 હજાર કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી કુલ ₹75 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી સામે ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ અને સુરત સહિતના વિવિધ પોલીસ મથકોમાં ઘરફોડ, ચોરી, વાહનચોરી સહિતના 19થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.


Share

Related posts

ભરૂચનાં દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો : રુ. 1,32,59,378/- ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ : 14 ફરાર .

ProudOfGujarat

ઝનોર એનટીપીસી ખાતે ૩૦૦થી વધુ કર્મચારીઓ કામથી અળગા રહી હડતાળ પર ઉતર્યા

ProudOfGujarat

અંકલેશ્વર GIDC માં આવેલ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ કંપનીમાં મોડી રાતે લાગી આગ, સદનસીબે કોઇ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!