Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટેસ્ટ ડ્રાઈવના બહાને નિન્ઝા બાઈક લઈ ગઠિયો ફરાર, ગાંધીનગરથી ઝડપાયો : ભરૂચના ભોલાવમાંથી બાઈક લઈ જનાર આરોપીને સી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધો; ચોરીની બાઈક રિકવર, વડોદરામાં પણ ચોરીનો ગુનો નોંધાયેલો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચના ભોલાવ ગામમાં બાઈક વેચવાના બહાને ટેસ્ટ ડ્રાઈવ લેવા આવેલા શખ્સે બાઈક લઈને રફુચક્કર થઈ જતાં ચકચાર મચી હતી. જોકે, ભરૂચ સી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ તપાસનો દોર ગાંધીનગર સુધી લંબાવી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરીને લઈ જવાયેલી નિન્ઝા બાઈક પણ કબજે કરી લીધી હતી.

ભોલાવની રંગકુટીર બંગ્લોઝ સોસાયટીમાં રહેતા અને મૂળ કેરળના ત્રિશુર જિલ્લાના વૈશાખ માધવન ટીએમ મહારાષ્ટ્રથી કાવાસાકી નિન્ઝા સ્પોર્ટ્સ બાઈક લઈને ભરૂચ આવ્યા હતા. તેઓ દહેજની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી કરતા હતા. દરમિયાન તેમણે OLX સહિતની ઓનલાઈન એપ્લિકેશન પર બાઈક વેચાણ માટેની જાહેરાત મૂકી હતી.

આ જાહેરાત જોઈ પ્રેમપારસ દેવેન્દ્રકુમાર પટેલે બાઈક ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી વૈશાખના ઘરે મુલાકાત લીધી હતી. બાઈકની કિંમત અને કન્ડિશન અંગે વાતચીત કર્યા બાદ ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લઈને નીકળેલો પ્રેમપારસ પરત ફર્યો નહોતો. વૈશાખે તેનો આઈડી પ્રૂફનો ફોટો પણ લીધો હતો.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં હોવાનું શોધી કાઢ્યું અને તેને ઝડપી લીધો હતો. પોલીસે બાઈક પણ રિકવર કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી સામે વડોદરાના માંજલપુર પોલીસ મથકે વર્ષ 2025માં ચોરીનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.


Share

Related posts

ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુમ થયેલાઓના પરીવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ

ProudOfGujarat

ભરૂચના વાગરા દહેજ વિસ્તારમાં આવેલ ઉધોગો દ્વારા સ્થાનિક શિક્ષિત બેરોજગારોને નોકરી નહી આપતા આજે ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોજગારી આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ઝંખવાવ માર્ગ પર સેલારપુર પાટીયા પાસે મારૂતિ વાનનાં ચાલકે મોપેડને અડફેટે લેતા નવ વર્ષના બાળકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!