Proud of Gujarat
FeaturedGujaratINDIA

બીવાયડી ઇન્ડિયાએ તેના વાહનો માટે ફાઇનાન્સ સોલ્યુશન્સ ઓફર કરવા માટે બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

Share

વિશ્વની અગ્રણી ન્યુ એનર્જી વેહિકલ ઉત્પાદક બીવાયડીની પેટાકંપની બીવાયડી ઈન્ડિયાએ આજે ભારતના અગ્રણી અને વૈવિધ્યસભર ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રુપમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડની ધિરાણ આપતી શાખા બજાજ ફાઈનાન્સ લિમિટેડ (બીએફએલ) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.

વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં બીવાયડી ડીલરો અને ગ્રાહકોને વાહન ધિરાણના વ્યાપક ઉકેલો પૂરા પાડવાનો છે, જે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (ઈવી)ને વ્યાપકપણે અપનાવવા પ્રોત્સાહન આપે છે. બીવાયડીની ઈવી ઉત્પાદનોની નવીન શ્રેણી સાથે, આ સહયોગ ભારતીય ઈવી માર્કેટમાં નોંધપાત્ર અસર ઊભી કરવા માટે તૈયાર છે.

Advertisement

બીવાયડી ઇન્ડિયાના ઇલેક્ટ્રિક પેસેન્જર વેહિકલ બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગોપાલક્રિષ્નન અને બજાજ ફાઇનાન્સના એસએમઈ અને ઑટોના પ્રેસિડન્ટ સિદ્ધાંત દદવાલ વચ્ચે બીવાયડી ઇન્ડિયા અને બજાજ ફાઇનાન્સના અન્ય અધિકારીઓની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

બીવાયડી ઇન્ડિયાના ઇલેક્ટ્રિક પેસેન્જર વેહિકલ બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગોપાલક્રિષ્નને કહ્યું કે, “બજાજ ફાઇનાન્સ સાથેની અમારી ભાગીદારી બીવાયડી ઇન્ડિયા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું છે, જે દેશની અગ્રણી બેંકો સાથેના અમારા તાજેતરના સહયોગ પર આધારિત છે. બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરવાનો અમારો ઉદ્દેશ્ય અમારા માનવંતા ગ્રાહકો અને ડીલરોને વિવિધ શ્રેણીના ફાઇનાન્સિંગ સોલ્યુશન્સની સુવિધા પૂરી પાડવાનો છે. અમારા વ્યવસાયમાં તેઓ જે મહત્વની ભૂમિકા ભજવે છે તે અમે સમજીએ છીએ અને આ નવું જોડાણ અમને અમારા ગ્રાહક આધારને અચૂક સમર્થન પૂરું પાડવાની સાથે સાથે ભારતીય ઈવી માર્કેટમાં હરિયાળા ભવિષ્ય તરફ આશાસ્પદ યાત્રા શરૂ કરવાની પરવાનગી આપે છે.”

બજાજ ફાઇનાન્સના એસએમઈ અને ઓટોના પ્રેસિડેન્ટ સિદ્ધાંત દદવાલે ઉમેર્યું હતું કે, “તાજેતરના વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતામાં વધારો જોવા મળ્યો છે અને બીવાયડી આ ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી છે. ઓટો ફાઇનાન્સિંગ માર્કેટમાં ફેરફાર થવાનું શરૂ થયું છે અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી વગર ધિરાણ મળે તેવી અપેક્ષા છે. અમારા અફોર્ડેબિલિટી સોલ્યુશન્સ (ફ્લેક્સી લોન) સાથે જોડાયેલી અમારી કડાકૂટ વગરની પ્રક્રિયાઓ ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ વધારશે. બીવાયડી ઈન્ડિયા સાથે મળીને, અમે ફળદાયી સંબંધોની આશા રાખીએ છીએ.”

બજાજ ફાઇનાન્સ એ એક ટેકનોલોજી આધારિત એનબીએફસી છે, જે નાણાકીય ઉકેલોનો વ્યાપક સ્યુટ ઓફર કરે છે અને ગ્રાહક અનુભવને ડિજિટલ રીતે વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સહયોગ દ્વારા, બજાજ ફાઇનાન્સના અગ્રણી નાણાકીય ઉકેલો અને વિવિધ વિસ્તારોમાં વ્યાપક ગ્રાહક આધાર ભારતીય ઇવી માર્કેટમાં બીવાયડીની હાજરીને નોંધપાત્ર રીતે વધારશે. વધુમાં, આ ભાગીદારી બજાજ ફાઇનાન્સને ભારતીય ઈવી ફાઇનાન્સિંગ માર્કેટ સેગમેન્ટમાં તેના પોર્ટફોલિયોને વૈવિધ્યીકરણ અને મજબૂત કરવા સક્ષમ બનાવશે. બીવાયડી જીવનની ગુણવત્તા વધારવા, સ્થાયી વિકાસને પ્રોત્સાહિત કરવા અને તેની ‘ કૂલ ધ અર્થ બાય 1°C’ પહેલને આગળ ધપાવવા માટે ટેક્નોલોજીકલ પ્રગતિનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે. બજાજ ફાઇનાન્સના સમર્થન સાથે, બીવાયડી ઈવીને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા અને ભારત અને તેનાથી પણ આગળ હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા માટે સારી સ્થિતિમાં છે.


Share

Related posts

પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, ત્રણને ગંભીર ઈજા

ProudOfGujarat

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં તમામ ગામડાઓમાં કોરોના કાળમાં છઠ્ઠીવાર સસ્તા અનાજની દુકાનો પર વિના મૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!