Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા 296 નવ નિયુકત નિમણૂક પામનારા તાલીમાર્થીઓને કોવિડ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને ઘણા પોલીસ કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લામાં નવ નિયુકત નિમણૂક પામનારા પોલીસ તાલીમાર્થીઓ ભરૂચ હેડ કવાર્ટર ખતે પાયાની તાલીમ લઈ રહ્યા છે તેથી હાલમાં કોરોના વાઇરસનાં સંક્રમણને જોતાં તેના અનુસંધાને સ્વાસ્થ્યનાં રક્ષણ હેતુસર ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કોવિડ કીટ બનાવી નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય હસ્તક કુલ 296 પોલીસ તાલીમાર્થીઓને કોવિડ કિટનું વિતરણ કરવામાં આવેલ છે. આ કોવિડ કિટમાં હેન્ડવોશ, વૉશેબલ માસ્ક, ઇમ્યુનિટી બુસ્ટર તથા હેન્ડ સેનેટાઈઝરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ : પાલિકા પ્રમુખ સામેની ફરિયાદ ખોટી હોવાની ગજેરા ગામ વાસીઓનો પ્રસ્તાવ.

ProudOfGujarat

ભરૂચ : મગરનો ભોગ બનેલ રાજપારડીનાં યુવાનની વિધવાને સાંસદનાં હસ્તે 4 લાખનો ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!