Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર વહન થતી ભેંસો બચાવી લેવાય

Share

ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો
તારીખ.26-07-2020 ના રાત્રીના બે વાગ્યા ના આધારે મળેલ બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી એક આઈસર ટેમ્પા માં ગેરકાયદેસર વહન થતી ૧૫ જેટલી ભેંસો બચાવી લેવાઇ હતી. આઈસર ટેમ્પો વડોદરા થી સુરત તરફ જઈ રહ્યો હતો. આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ભેંસો વહન થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા બાતમી મુજબ નો આઈસર ટેમ્પો જણાતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં ૧૫ જેટલી ભેંસો ક્રૂરતા પૂર્વક ભરવામાં આવી હતી. સી ડિવિઝન પોલીસે ભેસો અને ટેમ્પો મળી 16 લાખ ૫૦ હજારની મત્તા પકડી હતી.આ બનાવ અંગે ઇમરાન ઈશાક અલીદેતા રહે.નેત્રાડ, દાઉદ ઇબ્રાહિમ પડીયા રહે.વલણ, મીનહાજ રહે.વલણ સામે ગુનો દાખલ કરેલ છે. વધુ તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

કેરાલાથી મક્કા પદયાત્રા કરી હજ માટે નીકળેલ યુવાનનું ઠેર-ઠેર સ્વાગત.

ProudOfGujarat

લીંબડી ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાયો.

ProudOfGujarat

જામનગર બાર એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વકીલોને કરાશે રાશન કીટનું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!