Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીમાં ઔદ્યોગિક કંપનીઓને તેમનું CSR ફંડ વેન્ટિલેટર, ઓક્સિજન વગેરે માટે ખર્ચ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરીએ અપીલ કરી.

Share

કોરોના મહામારી ભરૂચ જીલ્લામાં દિનપ્રતિદિન વધી રહી છે તેથી કોરોના પોઝીટિવ દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે ભરૂચ જીલ્લાનાં સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર, ઓક્સિજનનાં અભાવનાં પગલે કોરોના પોઝીટિવ દર્દીઓને ખૂબ સહન કરવું પડે છે. આ ઉપરાંત પણ અન્ય હૉસ્પિટલમાં પણ પૂરતી વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રણાએ અપીલ કરી છેકે ભરૂચ જીલ્લામાં કંપનીઓ પાસે CSR ફંડ છે તેનો ઉપયોગ કોરોના યુગમાં ભરૂચ જીલ્લાનાં કોરોના પોઝીટિવ દર્દીઓને વેન્ટિલેટર અને ઓક્સિજન પૂરત પ્રમાણમાં મળે તે માટે કરવો જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે આ કોરોના યુગમાં કંપનીઓ દ્વારા ભરૂચ જીલ્લાનાં રહીશો માટે કોરોના સામે લડવા યોગ્ય સગવડ અને સવલત મળે તે માટે CSR ફંડનો સદઉપયોગ કરવો જોઈએ.

Advertisement

Share

Related posts

અમદાવાદ-સેટેલાઇટ પોલીસે નકલી પોલીસને ઝડપ્યો-પોલીસ વર્ધિમાં લોકો પર જમાવતો હતો રોફ…

ProudOfGujarat

નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં દિનશા પટેલ ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઉમરપાડાના પાંચ આંબા ગામેથી એલસીબીની ટીમે રૂ.53,600 નો દારૂ ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!