Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગૌરક્ષા દળ દ્વારા ક્રુરતાપૂર્વક વહન કરાતા 16 જેટલા પશુઓને બચાવી લેવાયા.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી અવારનવાર ક્રુરતાપૂર્વક પશુઓને વાહન કરતાં વાહનો પસાર થાય છે. સામાન્ય રીતે આ વાહનો કતલખાના તરફ જતાં હોય છે. આવા સમયે ગૌરક્ષા દળ ભરૂચ દ્વારા મળેલ ચોકકસ માહિતીનાં આધારે વોચ ગોઠવી હતી. આ વોચ દરમ્યાન માહિતી મુજબનું વાહન પસાર થતાં તેને અટકાવી તપાસ કરાતા આ વાહન મહેસાણાથી મહારાષ્ટ્રનાં કોલાપુર કતલખાના તરફ જઇ રહ્યું હતું. જેમાં 9 ગાય અને 7 વાછરડા ક્રુરતાપૂર્વક લઈ જવાતા હતા. જેને ગૌરક્ષા દળ ભરૂચે બચાવી લીધા હતા તેમજ આ પશુઓને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર કરાવવા વડોદરા વકીલ મંડળે કર્યો ઠરાવ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યા

ProudOfGujarat

ખેડાનાં મહુધા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!