Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગૌરક્ષા દળ દ્વારા ક્રુરતાપૂર્વક વહન કરાતા 16 જેટલા પશુઓને બચાવી લેવાયા.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી અવારનવાર ક્રુરતાપૂર્વક પશુઓને વાહન કરતાં વાહનો પસાર થાય છે. સામાન્ય રીતે આ વાહનો કતલખાના તરફ જતાં હોય છે. આવા સમયે ગૌરક્ષા દળ ભરૂચ દ્વારા મળેલ ચોકકસ માહિતીનાં આધારે વોચ ગોઠવી હતી. આ વોચ દરમ્યાન માહિતી મુજબનું વાહન પસાર થતાં તેને અટકાવી તપાસ કરાતા આ વાહન મહેસાણાથી મહારાષ્ટ્રનાં કોલાપુર કતલખાના તરફ જઇ રહ્યું હતું. જેમાં 9 ગાય અને 7 વાછરડા ક્રુરતાપૂર્વક લઈ જવાતા હતા. જેને ગૌરક્ષા દળ ભરૂચે બચાવી લીધા હતા તેમજ આ પશુઓને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : BTP અને AIMIM નાં ગઠબંધનનો મામલો, કોંગ્રેસનાં ગઢ સમાન પશ્ચિમ ભાગે આવેલ મનુબર ચોકડી વિસ્તારમાં ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામ સ્થિત એમ.પી નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

જામનગરમાં દેવરાજ દેપાળ શાળા ખાતે વિજ્ઞાન-ગણિતનું પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!