Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ વિસ્તારનાં 3 ડેમ ઓવરફલો થતાં આજુબાજુનાં ગામોને સાવચેત કરાયાં.

Share

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકાનાં ધોલી, પિંગુટ, બલદેવા જેવા ડેમો ઓવરફલો થતાં વહીવટીતંત્ર અને પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે. છેલ્લાં ઘણા દિવસથી આ ત્રણ ડેમ વધતી ઓછી સપાટીએ ઓવરફલો થઈ રહ્યા છે. જેમાં ધોલી ડેમની સપાટી તેમજ પિંગુટ ડેમની સપાટી 20 સેન્ટિમીટર કરતાં વધુ જયારે બલદેવા ડેમની સપાટી 20 સેન્ટિમીટર જેટલી ઓવરફલો જણાય રહી છે. નેત્રંગ તાલુકાનાં આ ત્રણ ડેમો ઓવરફલો થતાં ડેમોની આજુબાજુ આવેલ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં તેમજ ગામોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

સુરત યોગી ચોક ખાતેની તુલશી દર્શન સોસાયટી ખાતે કારમાં લાગી આગ-ધટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ કાબુમાં લીધી-કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

વ્યારા ખાતે મેન ઓફ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : લૂંટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!