Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ સંકુલોને વ્યવસાયવેરો ભરવા અંગે તાકીદ કરવામાં આવી છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યાપારી સંસ્થાઓ , હોટેલો , પ્રાયવેટ બેંક , પ્રાયવેટ સ્કૂલ ,દરેક પ્રકારના ક્લાસ , કેબલ ઓપરેટર, વીમા એજન્ટો , સોલિસિટરો , કાયદા વ્યવસાય (નોટરી સહિત ), આર્કીટેક તથા એન્જિનિયરો , કન્સલ્ટન્ટો, ઍકાઉન્ટન્ટો, આંગડિયા પેઢી , સહકારી મંડળીઓ વગેરેના ધંધા ધારકોને નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે કે એમનો બાકી પડતો વ્યવસાય વેરો ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં નગરપાલિકાની વ્યવસાયવેરો શાખામાં ભરવાનો રહેશે.સપ્ટેમ્બર માસ બાદ વ્યવસાયવેરો ભરનારને વાર્ષિક ૧૮% લેખે તેમજ માસિક ૧.૫% લેખે દંડ સાથે વ્યવસાયવેરો ભરવાનો રહેશે જેની જાહેર સંસ્થાઓએ નોંધ લેવી. તેમજ જે સંસ્થામાં પગારદાર કર્મચારીઓનો માસિક વ્યવસાયવેરો ભરવાનો રહેશે.આમ કરવામાં ચૂક થશે તો જે-તે સંસ્થાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .જેની ખાસ નોંધ લેવી એમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

લીંબડી મહોરમ પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચનાં ગોલ્ડન બ્રીજ અને સરદાર બ્રીજ પર લાંબી વાહનોની કતારો ટ્રાફિક જામ.

ProudOfGujarat

સડક સુરક્ષા- જીવન રક્ષાનાં સૂત્ર સાથે નર્મદા પોલીસ દ્વારા 29મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામા આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!