દિનેશભાઇ અડવાણી

ઝગડિયામાં આવેલ સિકા ઇન્ડિયા પ્રા.લી. નો પ્રદુષિત વેસ્ટ ગેરકાયદેસર નિકાલ કરી રાજપીપલા રોડ પર આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયો હતો.સ્થાનિક સામાજિક સંગઠનોએ એની ફરિયાદ જી.પી.સી.બી ને કરતા જી.પી.સી.બી એ ત્યાંના બે ગોડાઉનોમાં તપાસ હાથ ધરી હતી.જ્યાં સિકા ઇન્ડિયા પ્રા.લી. નો ગેરકાયદેસરનો નિકાલ કરેલ વેસ્ટ મળી આવેલ હતો અને લાંબા સમય થી આ સાંઠ-ગાંઠ માં આજરીતે નિકાલ કરાતો હતો જે કૌભાંડનો આજે પર્દાફાશ થયો છે.

ગઈકાલે સિકા ઇન્ડિયા પ્રા લી. દ્વારા તેમનો વેસ્ટ જમીનમાં દાટી નિકાલ કરાતા ઝડપાયા હતા અને તેની તપાસ જી.પી.સી.બી આજે પણ કરી રહી છે અને જાણવા મળેલ માહિતી મુજબ આ કંપની દ્વારા આ જ રીતે વર્ષો થી નિકાલ કરાતો હતો.આમ આવી નામાંકિત કંપનીઓ પણ પર્યાવરણના કાયદાઓનું ઉલ્લઘન કરે છે જેની જાણ વર્ષો સુધી તંત્ર ને થતી નથી એ પણ ચિંતાજનક છે.

LEAVE A REPLY