ન્યઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લાના માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.માંડલ મુકામે બ્રાહ્મણ પરિવાર કિર્તીબેન અરૂણભાઇ આચાર્યને ત્યાં તેમની દીકરી સૃષ્ટિના જયા પાર્વતી વ્રતનું ઉજવણું કરવામાં આવ્યું હતું.જેમાં સેવા વસ્તીની પાંચ કન્યાઓને ગોરણી કરી ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભોજન બાદ તેમનું પૂજન કંકુ તિલક તથા રોકડ ભેટ આપી હતી.આચાર્ય પરિવારે ઉમદા કાર્ય કરી સામાજિક સમરસતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY