દિનેશભાઇ અડવાણી

ગઈકાલે આશરે 6 વાગ્યા ના સમયે એક યુવક ડિસ્કવર બાઈક નંબર :- GJ16-9430 લઈ આમોદ થી દાંડા તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઇકની સ્પીડ ખુબજ વધુ હોય અને તે સમય દરમિયાન બાઈકના પાછળના ટાયરમાં ચેન ફસાય જતા બાઈક જોરથી રોડ ઉપર ભટકાયું હતું અને બાઈક સવાર વિજયભાઈ ભાઈલાલ ભાઈ વસાવાને માથાના ભાગમાં ગંભીર રીતે ઇજા પોહ્ચ્તા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.એક્સિડન્ટ જોઈ લોકો ભેગા થઈ 108 ને બોલાવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મૃત્યુ પામેલ વ્યક્તિને પોસ્ટમોટર્મ કરવા માટે લઈ જવાયા હતા.એક્સિડન્ટની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.ત્યારે મૃત્યુ પામનાર વિજયભાઈની માતા ભીખીબેન ભાઈલાલ વસાવાએ આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

bha-1870

LEAVE A REPLY