Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં આવેલ આકાશ ગંગા સોસાયટીમાં 2 શખ્સોએ ચપ્પુની નોક પર 30 તોલા સોનુ અને નાણાંની લૂંટ કરી.

Share

ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલ આકાશગંગા સોસાયટીમાં ભર બપોરે 12 વાગે ચપ્પુની નોક પર લૂંટ થઈ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે મળતી વિગત મુજબ આકાશ ગંગા સોસાયટીમાં આવેલ મકાનનાં બીજા માળે લૂંટનો બનાવ બન્યો હતો. જ્યાં મુંબઈથી આવેલ અવની ઠક્કર બાથરૂમમાંથી બહાર આવતા બાથરૂમની બારીમાંથી પ્રવેશ કરી 20 થી 22 વર્ષની ઉંમર ધરાવતા બે લૂંટારુઓએ અવનીને ચપ્પુની નોક પર રાખી કબાટમાંથી 30 તોલા સોનુ અને રોકડા નાણાંની લૂંટ કરી હતી. લૂંટારુઓએ કાળી બુકાની ધારણ કરી હોવાથી આંખો સિવાય કઈ જોઈ શકાયું ન હતુ. ઇજા ગ્રસ્ત અવનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના ધંતુરીયા ગામમાં લાગી આગ.આગમાં ચારથી પાંચ જેટલા મકાનો બળીને ખાક…

ProudOfGujarat

ભરૂચ કલેકટર ઓફીસ થી ભોલાવ ને જોડતા ઓવર બ્રિજ પહેલા રોડ વચ્ચે નાનો ભૂવો પડતા રસ્તો બેસી જવાની શક્યતા સેવાઇ રહી છે.તેમજ હાલ વાહન ચાલકો બચી બચી ને બ્રિજ ઉપર વાહન લઇ ચડતા નજરે પડી રહ્યા છે…

ProudOfGujarat

ગોધરા : લાયન્સ ક્લબ દ્વારા હોદ્દેદારોની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!