Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાયબર ક્રાઇમનાં જુદા જુદા નાણાકીય છેતરપિંડીનાં કિસ્સામાં રૂ.29,900 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ.

Share

સાયબર ક્રાઇમનાં બનાવો દિવસેને દિવસે વધતાં જાય છે જેથી ભરૂચ સાયબર સેલ સતર્કતાથી આવા સાયબર ક્રાઇમનાં બનાવોની તપાસ ચલાવી રહી છે. સાયબર ક્રાઇમમાં ATM કોડ, લોન કે લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીનાં નામે OLX/ ફેસબુક એડમાંથી વસ્તુની ખરીદીને લાગતાં ફ્રોડ વગેરે જેવા સાયબર ક્રાઇમનાં બનાવોમાં ભરૂચ જીલ્લા સાયબર સેલ હમમેશા ભોગ બનનારાઓને તાત્કાલિક મદદરૂપ થાય છે.તાજેતરમાં જ એક અરજદારને ટ્રાન્જેકશન મેસેજ આવેલ અને આ મેસેજ જોતાં જ તેમના ખાતામાંથી રૂપિયા 19,900 ટ્રાન્સફર થઈ ગયેલ હતા જે બાબતમાં બેંકને જાણ કરતાં બેંકએ જણાવેલ કે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેમની સાથે નાણાંકીય છેતરપિંડી થઈ છે. જયારે બીજા એક અરજદારને ગુગલ પરથી કસ્ટમર કેરમાંથી નંબર શોધીને કોલ કરતાં નાણાંકીય છેતરપિંડી થઈ છે. આ બંને અરજદારોનાં ઓનલાઈન વોલેટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ બંને બનાવમાં ભરૂચ સાયબર ટીમે તાત્કાલિક એકશન લઈને ટેકનિકલ એનાલિસિસનાં આધારે ભોગ બનનાર અરજદારનાં કુલ રૂ. 29,900 તેઓના એકાઉન્ટમાં પરત મેળવી આપ્યા છે.

Advertisement

Share

Related posts

દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ ને મનાવવા સાથે 2019ના ભારતનું ભાવિ ઘડવામાં પોતાના એક મતથી યોગદાન આપવા ભરૂચ લોકસભા બેઠકના 15.64 લાખ મતદારો સાથે જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વર : અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.

ProudOfGujarat

રોટરી ક્લબ ગણદેવી દ્વારા ગડત ખાતે મેડીકલ કેમ્પ તથા નેત્રયજ્ઞ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!