Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજથી હેલ્મેટ કાયદો અમલમાં ન પહેરનાર પાસેથી વસુલાસે દંડ..!!!

Share

ભરૂચ જીલ્લામાં તા.9-9-2020 થી હેલ્મેટ અને સીટ બેલ્ટનાં કાયદા અંગે પોલીસતંત્ર દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવશે. પોલીસતંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર મોટરસાઇકલ અને મોપેડ જેવા ટુ વ્હીલર વાહનોનાં ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે. જ્યારે કાર ચાલકોને સીટ બેલ્ટ ફરજિયાતપણે બાંધવાનો રહેશે અન્યથા દંડ ફટકારવામાં આવશે. અગાઉ પણ પોલીસે હેલ્મેટ ધારણ કરવા અને સીટ બેલ્ટ બાંધવા અંગે તાકીદ કરવામાં આવી હતી. ભરૂચનાં મુખ્ય માર્ગો પર ભારે વરસાદનાં પગલે ઊંડા ખાડા પડી ગયા છે. ત્યારે મોટરસાઇકલનાં ચાલકો તેમજ કારના ડ્રાઈવરોનાં વાહનો ખાડામાં પટકાય તેવા સમયે તેમના બચાવ અંગે હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધવા જરૂરી છે. તેવું પણ પોલીસતંત્રએ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

જાણો – શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ અને આર્થિક, પારિવારીક સંકટ દુર કરવાનો ઉપાય.

ProudOfGujarat

છોટાઉદેપુર : કરાલી પોલીસે રૂ. 65,700 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી ગામે શાળામાં રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!