Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં ખેતીની જમીનોનાં રીસર્વેમાં થયેલ ભુલો સુધારવા માંગ કરવામાં આવી.

Share

રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૭ ના વર્ષમાં જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૧૦૬ હેઠળ ઝઘડીયા તાલુકાનાં કેટલાક ગામોની પુન: મોજણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક ભુલો થઇ હોવાની વાતો જાણવા મળી છે. ખેડૂત આલમમાં ચર્ચાતી વાતો મુજબ આ ભુલોમાં જમીનના ક્ષેત્રફળમાં વધ ઘટ, નામની અદલાબદલી જેવી ભુલો થઇ હતી. વધુમાં મળતી વિગતો મુજબ કેટલાક ખાતેદારોના જુના સર્વે નંબરનું રી સર્વે,પ્રમોલગેશન ન થવાના કારણે જુના સર્વે નંબર સામે નવો સર્વે નંબર મળેલ નથી. જેના કારણે આવા સર્વે નંબર બંધ થઇ જવા પામ્યા હોવાની વાતો જાણવા મળી છે.પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાનાં અછાલિયા ગામના સંતશરણ રાવ તથા ભગવાનગીર ગોસ્વામીના ખા.નં.૩૫૩,૩૫૪ નવી મોજણીમાં આપી જિલ્લા નિરીક્ષક જમીન દફતર ભરૂચ તરફથી તે સમયે નોટિસ આપી કબજા પ્રમાણેનો નકશો દર્શાવાયો હતો. પરંતુ બંને સર્વે નંબર બંધ થઇ જતા તેમણે સમય મર્યાદામાં ડી.ઇ.એલ.આર. કચેરી ભરૂચમાં ૨ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ લેખીત અરજી આપી નવો સર્વે નંબર કાર્યરત કરવા રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં ઓગસ્ટ મહિનામાં ફરીથી અરજી આપવામાં આવી હતી. આ બાબતે તંત્રની આળસુ નીતિના કારણે ખેડૂતોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વાઘોડિયા: તંત્રની ઉદાસીનતા.મેઘરાજાની મેહર બાદ વરસાદી કાંસોની સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ…

ProudOfGujarat

હાઇટેક ”શકુનીઓ” વલસાડ સિટી પોલીસની પકડમાં, વોટ્સએપ પર રમતા હતા જુગાર

ProudOfGujarat

ભરૂચમાં 27મીએ અટલબિહારી વાજપેયીની અસ્થિકળશ યાત્રા નીકળશે….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!