Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાઇટેક ”શકુનીઓ” વલસાડ સિટી પોલીસની પકડમાં, વોટ્સએપ પર રમતા હતા જુગાર

Share

(કાર્તિક બાવીશી )વલસાડ પોલીસ અધિક્ષક સુનિલ જોષીના તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાના માર્ગદર્શનથી વલસાડ સિટી પીઆઈ ભટ્ટની સુચનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમના ક્રિપાલસિંહ, રાજકુમાર , મહંમદ શફી વોચમાં હતા ત્યારે વલસાડમાં પોલીસે સ્ટેડિયમ પાસે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. જુગારીઓ એટલા હાઈટેક છે તે તેઓ મહેસાણાથી જુગાર રમી રહ્યા હતા. પોલીસ પકડમાં આવેલા જુગારીઓ વોટ્સએપ પર વરલી મટકાનો જુગાર રમી રહ્યા હતા.પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં યુસુફ શેખ, રજનીકાંત ગામીત, ગોપાલ આડેદરા, રામલાલ ગૌતમ, નીતિશ શેટ્ટી અને મણિલાલ અઢેવાનો સમાવેશ થાય છે. પોલીસે આ ઉપરાંત મહેસાણાના રઝાક નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. રઝાક મોબાઈલમાં જુગાર રમાડવામાં મુખ્ય સૂત્રધાર છે. ત્યારે પોલીસે તમામ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે ”શકુનીઓ”પાસેથી રોકડા રૂ.૫૭,૧૮૦ તથા ૬ મોબાઇલ ફોનનો કબજો લીધો હતો પોલીસે કુલ રૂ.૧,૦૫,૧૮૦નો મુદામાલ કબ્જે લીધો હતો જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ સિટી પીઆઈ ભટ્ટ આવતા આવારા તત્વો ‘ બેનંબરી ‘ ધંધા તેમજ દારૂના ધંધા કરનારની ખેર રહી નથી જેથી વલસાડની જાગ્રુત જનતાએ પોલીસની કામગીરીને આવકાર આપ્યો છે જયારે બુટલેગરોમાં ખાનગી ચર્ચા પણ છે કે સિટી પીઆઈની બદલી થશો તૉ જ ધંધો સિટીમાં ચાલું કરીશું.

Advertisement

Share

Related posts

કોઠી વાંતરસા ગામે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ફાઇનલ માં આમોદ ઇલેવન નો વિજય…

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો.

ProudOfGujarat

સુજલામ સુફલામ જળસંચય યોજના” અંતર્ગત  અભિયાન માં અંકલેશ્વર તાલુકા ના ઉંછાંલી ગામ માં આવેલ સિંચાઈ તળાવ ને પ્રાધાન્ય ના આપતા વિરોધ* 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!