પાલેજ તા.૭-૦૪-૨૦૧૯

આમોદ તાલુકા ના કોઠી વંતારસા ગામે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શનિવાર ના રોજ ફાઇનલ મેચ આમોદ ઇલેવન ની ટિમ નો વિજય થવા પામ્યો હતો.

પાલેજ થી ૭ કી.મી ના અંતરે આવેલા કોઠી વાંતરસા ગામે ગામના યુવાનો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન કર્યું હતું જેમાં જિલ્લા ભર ની અનેક ટીમોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. મહિનાઓથી ચાલતી ટુર્નામેન્ટ માં શનિવાર ના રોજ આમોદ ઇલેવન તેમજ જનોર વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી.

ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા આમોદ ઇલેવન દ્વારા ૧૨ ઓવર માં ૧૪૪ રન નું ટાર્ગેટ આપવામાં આવ્યું હતું જવાબ માં જનોર ની ટિમ ૬૦ રન માં ઓલ આઉટ થઈ જવા પામી હતી.ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ માં ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,સુલેમાન પટેલ જોલવા,ઉસ્માન મીડી,મેહબુબ કાકુજી,સાદિક સાલેહ,આસિફ સરપંચ, મુસ્તાક બાપુજી,ઇલ્યાશ અકુજી,મેહબુબ સૂબા,ડો.આરીફ ઓટલાવાળા સહિત ઉપસ્થિત રહી વિજેતા ટિમ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

LEAVE A REPLY