Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં પ્રદુષણ અટકાવવા બાઇક દ્વારા જાગૃતિ બાઇક યાત્રાનું ઝઘડીયા તાલુકામાં સ્વાગત.કરાયું.

Share

નર્મદામાં થતા પ્રદુષણ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા મોટરસાયકલ દ્વારા નર્મદા જન જાગૃતિ યાત્રા યોજવામાં આવી છે.નર્મદા ભક્તિ પંથ મધ્યપ્રદેશના ૧૧ અગ્રણી યાત્રીઓ ઝઘડિયાના તાલુકાના રાણીપુરા ગામે આવતા યાત્રીઓનું સ્વાગત કરાયુ.
યાત્રા દરમિયાન માર્ગમાં આવતા શાળા, કોલેજો, ગામોમાં નર્મદાનું જળસ્તર વધારવા, રેતી ખનન અટકાવવા, નર્મદા કિનારે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા, સરકારી કચેરીમાં વોટર હાર્ડવેસ્ટિંગ સિસ્ટમ લગાવવા વિ.બાબતો સંબંધે સ્થનિકો સાથે ચર્ચા કરી તેના અમલીકરણ માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવા યાત્રીઓ દ્વારા જણાવાય છે.
મધ્યપ્રદેશના નર્મદા ભક્તિ પંથના સભ્યો નર્મદામાં થતા પ્રદુષણને અટકાવવા, નર્મદાની સંયોજક નદીઓનો પ્રવાહ વધારવા માટે જન જાગરણ યાત્રા લઇ નર્મદા પરિક્રમા માટે બાઈક લઇ નીકળ્યા છે. યાત્રીઓ દ્વારા માર્ગમાં આવતા ગામોમાં ગ્રામસભા, કોલેજોમાં, શાળાઓમાં વિદ્યાર્થીઓને નર્મદાનું આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવેછે.
મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી મહારાષ્ટ્ર થઇ ગુજરાતના ખંભાતના અખાતમાં ભળતી નર્મદાએ કરોડો લોકોના જીવનની જીવનરેખા છે. વિશ્વમાં ફક્ત આ એક જ એવી નદી છે જેની હિન્દૂ ધર્મમાં તેની પરિક્રમાની પ્રણાલી છે. રોજના હજારો પરિક્રમા વાસીઓ નર્મદા કિનારાઓ પર પરિક્રમા કરે છે. મધ્યપ્રદેશના નર્મદા ભક્તિ પંથ દ્વારા એક અનોખી પરિક્રમા કરવામાં આવી રહી છે. પરિક્રમા સાથે સાથે તેઓ પવિત્ર નર્મદાના પ્રવાહને જીવંત કેવી રીતે રાખી શકીએ, નર્મદામાં થતા પ્રદુષણને કેવી રીતે અટકાવી શકીએ તે બાબતે જાગૃતિનું કામ પણ કરવામાં આવે છે. નર્મદા ભક્તિ પંથ દ્વારા આયોજિત આ યાત્રામાં પંથના ૧૧ સભ્યો બાઈક લઇ આ બાબતે જન જાગરણ યાત્રા લઇ નીકળ્યા છે. આ બાબતે યાત્રાના સંયોજક યુદ્ધવીરસિંહ પટેલે જણાવ્યું હતુંકે યાત્રાનો મુખ્ય હેતુ નર્મદાના ભવિષ્ય માટે છે. હાલમાં નદીમાં એટલી હદે પ્રદુષણ થઇ રહ્યું છે તે તેના ભવિષ્ય માટે ખતરો છે. નર્મદામાં ભળતી સહાયક નદીઓના પ્રવાહને પણ જીવંત કેવી રીતે રાખી શકીએ તે બાબતે લોકોમાં જાગૃતિ લાવવાનું છે. યાત્રા દરમિયાન લોકોને સમજાવી રહ્યા છે કે ગામોમાં નર્મદાનું જળસ્તર વધારવા શુ કરવું જોઈએ. સૌથી પહેલા મશીનો દ્વારા રેતી ખનન પ્રવુતિ અટકાવવું જોઈએ. રેતી ખનન થી નર્મદાના પ્રવાહ ને મોટું નુકસાન થઇ રહ્યું, નર્મદા કિનારે સરકાર દ્વારા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ, દરેક સરકારી કચેરીમાં વોટર હાર્ડવેસ્ટિંગ સિસ્ટમ લગાવવી જેથી જળ સ્તર ઉંચુ આવી શકે આ ઉપરાંત નર્મદા કિનારે મોટાપાયે વૃક્ષા રોપણ કરવું. તેમને વધુમાં જણાવ્યું હતુંકે નર્મદા ભક્તિ પંથ દ્વારા નર્મદા શુદ્ધિકરણ અને જળ સંરક્ષણ ના જાગૃતિ માટે પાર્ટી વર્ષ ૫૦૦૦૦ જેટલી જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે. જળ સંરક્ષણ માટે દરેક જિલ્લામાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
નર્મદા બચાવ માટે આયોજિત જન જાગરણ યાત્રામાં ૧૧ સભ્યો બાઈક દ્વારા તા. ૧૫-૧૨-૧૯ના દિને નીકળા છે. યાત્રાના ૪ થા દિવસે તેઓ ઝઘડિયાના રાણીપુરા ખાતે રોકાયા હતા. આખી જન જાગરણ યાત્રા પૂર્ણ કરતા લગભગ ૩૦૦૦ થી વધુ કિમિ ની યાત્રા થશે અને આ યાત્રા પૂર્ણ કરતા તેમને ૨૦ થી ૨૨ દિવસ જેટલો સમય લાગશે. રાણીપુરાથી યાત્રીઓએ સવારે પ્રસ્થાન કરી અંકલેશ્વર રામકુંડ, બલબલા કુંડ, કાંટીયાંઝાર થઇ મીઠી તલાઈથી નવેઠા રાત્રી રોકાણ કરશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજીત “પોષણ વાટિકા મહાભિયાન-વૃક્ષારોપણ -વર્કશોપ” યોજાયા.

ProudOfGujarat

કચ્છ: ગુજરાતના ગૌરવને ડાઘ લગાવતી ધૃણાસ્પદ ઘટના! અંધશ્રદ્ધાના નામે પરિવારના 6 સભ્યોના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ઉમરદા, ખોડાંબા અને વડપાડા ખાતે ‘વેક્સિન ઉત્સવ’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!