Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 16 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2263 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનો આતંક સતત વધી રહ્યો છે. કોરોનાનાં દર્દીઓ વધતા લોકોમાં સતત ભય વધી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં તા. 5/10/2020 ના રોજ કોરોનાની પરિસ્થિતિ જોતા નવા કોરોનાના 16 દર્દી ઉમેરાયા હતા જેમાં ભરૂચનાં 6, અંકલેશ્વરના 5, જંબુસરના 4 અને ઝઘડિયા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા. જિલ્લામાં કુલ 2263 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ 2263 પોઝીટીવ કેસ પૈકી 2011 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજરોજ ભરૂચ જિલ્લાના 223 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. ભરૂચ જિલ્લામાં કેટલાક લોકો એમ જણાવી રહ્યા છે કે જેમ જેમ ઠંડી વધતી જશે તેમ તેમ કોરોના વધતો જશે. પરંતુ આ બાબતે ઘણા તબીબો સહમત નથી. તેઓ આવી બાબતોને માત્ર અટકળો બતાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરુચ : પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રખાયો

ProudOfGujarat

ભરૂચમાં પિસ્તલ-14 જીવતા કારતૂસ સાથે બુટલેગર ઝબ્બે : મુખ્ય સુત્રધાર વોન્ટેડ

ProudOfGujarat

ગોધરા ખાતે સ્વાતંત્ર્યદિન ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!