Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શું ભારતમાં શિક્ષણનું ખાનગીકરણ થવું જોઈએ બંધ ? જાણો વધુ.

Share

– શિક્ષણક્ષેત્રની ભરતી કોન્ટ્રાકટ ઉપર નહીં ડાયરેકટ કરવી જરૂરી.

– બંધારણની વિના મૂલ્યે શિક્ષણની જોગવાઈનો અમલ ભારતમાં કયારે ?

Advertisement

– શિક્ષણનાં દરેક સ્ટાર પર બોર્ડની નિમણૂકની આવશ્યકતા સહિતનું મૂળનિવાસી સંધનું આવેદન.

ભરૂચ જીલ્લામાં શિક્ષણનાં ખાનગીકરણ મુદ્દે અને બંધારણની કલમ-45 મુજબ શિક્ષણ દરેક વિદ્યાર્થીને વિનામુલ્યે મળવું જોઈએ. જેવા વેધક જવાબો સાથે મૂળનિવાસી સંધનાં કાર્યકરોએ રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જીલ્લાનાં કલેકટરને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગરીબ મૂળનિવાસી સમાજને શિક્ષણથી દૂર રાખવાનું ષડયંત્ર હોય તેવું માલૂમ પડે છે. માલેતુજારનાં બાળકો તેમનું ગૃહકાર્ય જાતે બેસીને ઓનલાઈન પ્રથાથી કરે છે. ઉચ્ચશિક્ષણ નીતિ, સ્કૂલની શિક્ષા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકની શિક્ષા તમામ સરકારની ભ્રામક વાતો છે. બંધારણની કલમ-45 મુજબ શિક્ષણ એ દેશનાં દરેક વિદ્યાર્થીને વિનામુલ્યે મળવું જોઈએ. ભારતમાં દુનિયાની 500 વિશ્વવિદ્યાલયમાંથી ફકત (2) બે જ વિશ્વ વિદ્યાલય ભારતમાં આવેલ છે. આહિ શિક્ષણનીતિ 2020 ને નાબૂદ કરી ભારતમાં ફરજિયાત વિનામુલ્યે શિક્ષણ મળે તેવા આયોજનો હાથ ધરવા જોઈએ અને શિક્ષણનું ખાનગીકરણ બંધ કરવું જોઈએ. શિક્ષણનું રાષ્ટ્રીયકારણ કરવું જોઈએ. શિક્ષણમાં કોન્ટ્રાકટ પધ્ધતિથી શિક્ષકોની ભરતી બંધ કરવી જોઈએ અને ડાયરેકટ શિક્ષણની ભરતી થવી જોઈએ કારણ કે કોન્ટ્રાકટ પર ભરતી કરવામાં આવતા શિક્ષકો શિક્ષણમાં યોગ્ય રસ દાખવતાં નથી તેની અસર બાળકોનાં શિક્ષણ ઉપર અસર કરે છે. શિક્ષાનાં દરેક સ્તર પર બોર્ડની નિમણૂક થવી જોઈએ. આગામી સમયમાં સરકાર દ્વારા 200 વિદ્યાલયની સ્થાપનાની વાતો કરવામાં આવે છે. પરંતુ શું આ સ્થાપનામાં શિક્ષણ નીતિની કલમ-154 તેમજ કલમ-30 નો અમલ થશે ખરો ? તેવા વેધક પ્રશ્નો આજે કલેકટરને અપાયેલા આ આવેદનમાં મૂળનિવાસી સંધએ કર્યો છે.

આ આવેદનપત્ર પાઠવતી વખતે મૂળનિવાસી સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ પરેશ મહેતા, રાષ્ટ્રીય ઝોનલ સેક્રેટરી હનીફ હાંસલોદ, મહેશ વાધેલા, બાબુભાઈ પાલનીયા, બી.ટી.એસ. નાં મહામંત્રી બિપિન મકવાણા, રાજેશ વસાવા, શૈલેષ વસાવા, મીડિયા સેલના પ્રમુખ મોઝમ બોમ્બેવાલા, રમેશ રાણા, હીરાભાઈ પરમાર, કનૈયાલાલ તેમજ લીમડીચોક વિસ્તારનાં અગ્રણી ગણપતભાઈ પરમાર, જયંતિભાઈ મકવાણા, જે.ડી. પરમાર તેમજ મૂળનિવાસી તેમજ બી.ટી.એસ. નાં કાર્યકર્તા હાજર રહ્યા હતા.


Share

Related posts

મારા હૈયામાં પતંગિયાં ઉડવા માંડયા જ્યારે મેં ઇમ્તીઆઝ અલીની સામે ઓડીશન આપ્યું : પ્રણતિ રાય પ્રકાશ.

ProudOfGujarat

ભરૂચ એસ ડી એમ દ્વારા પાલેજ નગરની મુલાકાત લઇ કોરોના વાયરસ સંદર્ભે પર્યાપ્ત માહિતી મેળવી હતી.

ProudOfGujarat

ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!