Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારનો કેસ મળતા, મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

Share

આજરોજ તા.20/10/2020 સવારે 0૬:૦૦ વાગ્યાની આસપાસ કોલ મળતાની સાથે ભરૂચ 108 એમ્બ્યુલન્સ હબીબપાર્ક, ભરૂચ પહોંચતાં ભાવનાબેન મહેશભાઈ ડામોરના સંબધીઓએ જણાવેલ કે ભાવનાબેનને દુખાવો વધુ થય રહયો છે ત્યારે ‍108 ઇ.એમ.ટી યોગેશ દોશી અને પાઇલોટ પરેશભાઈ એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુખાવો વધારે હોવાથી 108 એમ્બ્યુલન્સમાં લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં. ત્યારે રસ્તામાં ઈ. એમ.ટી. યોગેશભાઈને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ પરેશભાઇ એમ્બ્યુલન્સ રસ્તાની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇ.એમ.ટી યોગેશભાઈ અને પરેશભાઇ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂરીયાત સર્જાઇ હતી સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી.

અમદાવાદ 108 આોફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઇને સફળ પ્રસૂતિ કરી બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ. ભાવનાબેનને દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો. ભાવનાબેન અને બાળકીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે. આજ રીતે તા ૧૯/૧૦/૨૦ ના રોજ ઇ.એ.ટી. અજયભાઈ અને પાયલોટ કલ્પેશભાઈ દ્વારા કુર્મકુર ચોકડી, જીતાલી નજીક રાત્રિનાં 3 વાગ્યાએ કોલ આવતા જેમાં લક્ષ્મીબેન અર્જુનભાઈ સુકલાને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવામાં આવી હતી
અને તેમના ત્યાં દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો. લક્ષ્મીબેન અને બાળકીને વધુ સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયા ખાતે ખસેડવામાં આવેલ છે.

108 એમ્બુલન્સ ટિમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ 108 ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ 108 ના સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

નવસારી રેલ્વે સ્ટેશન પરથી મહિલાના દાગીના અને મોબાઈલ ભરેલ પર્સની ચોરી કરનાર બે ને પશ્ચિમ રેલ્વે આર.આર.સેલ પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

ભરૂચનાં તબીબ ડૉ.અસ્લમ જહાંએ તેઓની પૂર્વ ટ્રેનિંગ નર્સનાં પતિ વિરુદ્ધ ખંડણી માંગવા અંગે નોંધાવી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

નડિયાદ : યુ.પી.ના મુખ્યમંત્રી યોગીજીની સૌને શિખ, ચકલાસીમાં ભારે જનમેદનીને યુ.પી.નો દાખલો ગુજરાતમાં બેસાડવા અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!