Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાંથી રદ થયેલી 16 લાખની જુની ચલણી નોટો સાથે બે ઇસમો પોલીસનાં હાથે ઝડપાયા.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવતી એક સ્વિફટ કારની પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા સરકારે રદ કરેલી જુની ચલણી નોટો સાથે બે ઇસમોની ગોધરા બી ડીવીઝન પોલીસે અટકાયત કરીને કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા બી ડીવીઝીન પોલીસે બાતમીના આધારે ગોધરાના શહેરમાં નાકાબંધી કરીને તપાસ હાથ ધરવામા આવી હતી, જેમા એક સ્વીફટ કારની તપાસ હાથ ધરતા 500 અને 1000 ના દરની 16.61 લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી. પૂછપરછમાં ધનરાજ પરમાર અને કેતન સૂખડીયા નામના ઇસમો હોવાની વિગત બહાર આવી હતી. પકડાયેલા બંને ઇસમો ઘોઘંબાના છે. ગોધરા બી ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી જૂની ચલણી નોટો ક્યાંથી મેળવી ક્યાં આપવાની હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : જીતાલી ગામનાં સરપંચનું સરાહનીય કાર્ય, રોઝેદારોને બરફનું વિતરણ.

ProudOfGujarat

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલ અને કાસવા ગામનાં ખેડૂતોને જમીન સંપાદનમાં સરખું વળતર ચૂકવવા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!