Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉન બાદ ઓનલાઈન શોપિંગ કરનારાઓની સંખ્યામાં કેમ થયો વધારો ? જાણો વધુ.

Share

* કોરોના મહામારીના કારણે દિવાળીના તહેવારો બન્યા ફિક્કા.

* મધ્યમવર્ગીય પરિવારો દિવાળીના તહેવારોને લઈને ખરીદી કેમ કરવી તેની મુંજવણમાં ?

Advertisement

* ગ્રાહકોએ નજીકની બજારોમાં કોવિડ-19 ના સંક્રમણથી બચવા ઓનલાઈન શોપિંગ એપ પરથી ખરીદી કરતાં થયા.

* લોકોએ રૂપિયા ચૂકવવાની રિતમાં પણ કર્યા ફેરફારો, આ વર્ષે રૂપિયાની લેવડ-દેવડ કરતાં ગ્રાહકોએ ડિઝિટલ પેમેન્ટના વિકલ્પ પર ઉતારી પસંદગી.

આ વર્ષે સમગ્ર દેશમાં કોરોનાની અસરને કારણે ખરીદી કરતાં ગ્રાહકોની રસરુચિ અને વલણમાં પરીવર્તન આવ્યું છે. રિટેલર્સ એસોશિએશન ઈન્ડિયાએ હાથ ધરેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે આ વર્ષે દિવાળીના તહેવારોની ખરીદીમાં ગ્રાહકો બજારોમાંથી કપડાં, ચંપલ, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ઘરવપરાશની વસ્તુ, કિચનવેરની વસ્તુઓ વગેરે લાવવામાં ડર અનુભવે છે આથી દેશમાં કોવિડ-19 ની અસરને કારણે ઓનલાઈન શોપિંગ કરતાં ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આ વર્ષે દેશમાં દશેરા અને દિવાળીના તહેવારો નજીકમાં જ છે તેમ છતાં લોકોએ બજારોમાં જઈ ખરીદી કરવાનું ટાળ્યું હતું. નજીકમાં આવેલા બજારમાં સંક્રમણના ભયના કારણે દેશમાં લોકો ઓનલાઈન શોપિંગ એપનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. દિલ્હી, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વર્ષે ઓનલાઈન શોપિંગ એપ પરથી વસ્તુઓ લેનારનો જબરો વધારો થયો છે દિવાળીના તહેવારને અનુલક્ષીને ગ્રાહકો વધુ પડતી શોપિંગ ઓનલાઈન કરી રહ્યા છે આ વર્ષે શોપિંગ મોલ, રિટેલ દુકાનો, જાહેર બજારોમાં ગ્રાહકો જવાનૌ તાલે છે. કોવિડ-19 હજુપણ દેશમાં ફેલાયેલો હોય આથી ઘરની બહાર નીકળીને ખરીદી કરવામાં ગ્રાહકોને ભય સતાવી રહ્યો છે. આથી આ વર્ષે લોકો કપડાં, ચંપલ, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ઘરવપરાશની વસ્તુ, કિચનવેરની વગેરે વસ્તુઓ ઓનલાઈન શોપિંગ એપ પરથી ખરીદી કરી રહ્યા છે. ભારતમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને 53 % લોકો કપડાની ખરીદી કરે છે તો 51 % લોકો ચંપલની ખરીદી કરે છે, 47 % લોકો વીજ ઉપકરણોની ખરીદી કરતાં થયા છે, 15 % લોકો મોબાઈલ ફોન અને તેની વિવિધ એસેસરીઝ ખરીદતા હોય છે અને દેશનો ધનાઢ્ય કહી શકાય તેવો વર્ગ દિવાળીના તહેવારને અનુલક્ષીને સોના-ચાંદીની ખરીદી કરતો હોય છે. આથી દેશમાં માત્ર 9 % લોકો દિવાળીના તહેવારોને અનુલક્ષીને સોના-ચાંદીના આભૂષણો અને વિવિધ વસ્તુઓ ખરીદતા હોય છે.

આ વર્ષે દેશમાં લોકોની તહેવારો મનાવવાની ઉત્સુકતા અનેક રીતે જોવા મળે છે પરંતુ લોકોનો ક્રેઝ ઓનલાઈન શોપિંગ એપમાં વધુ પડતો હોય તેવું આ સર્વેમાં જાણવા મળ્યું છે. દેશમાં તહેવારોને અનુલક્ષીને કરવામાં આવતી ખરીદી લોકો ઓનલાઈન કરી રહ્યા છે તો બીજી તરફ લોકોએ પેમેન્ટ આપવાની રીત પણ બદલી છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે લોકોએ રૂપિયાની લેવડ-દેવડ પર રોક લગાવી છે. કોરોનાનું સંક્રમણ દેશમાં ચારેતરફ ફેલાઈ રહ્યું હોય હજુપણ કોરોનાની વેકસીન શોધાઈ નથી આથી લોકો રૂપિયાની લેવડ-દેવડમાં પણ બ્રેક લગાવે છે અને આ વર્ષે લોકો સાવચેતીના ભાગરૂપે ડિઝિટલ રીતે રૂપિયાનું ચૂકવણું કરે છે. લોકો વધુ પડતું રૂપિયાનું ચૂકવણું નેટ બેંકિંગ, UPI, PTM, ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ, ગૂગલ પે, ફોન પે, જેવી વિવિધ ડિઝિટલ રીતે કરાતી રૂપિયાની ચુકવણીના એપથી રૂપિયાની લેવડ-દેવડ કરે છે.

અહીં નોંધનીય છે કે આ વર્ષે દેશમાં કોરોના મહામારીના કારણે તહેવારોની ઉજવણી ફિક્કી બની છે દેશમાં લોકડાઉન બાદ રોજગાર ધંધા માંડમાંડ વેગવંતા બન્યા છે તેવામાં મધ્યમવર્ગીય પરિવારોને તો દિવાળી તહેવાર નિમિત્તે તો કપડાં, ચંપલ, મીઠાઇ જેવી વસ્તુઓ કેવી રીતે લાવવી તેની પણ મુંજવણ સતાવી રહી છે ? આથી આ વર્ષે લોકડાઉન બાદ તહેવારોની રોનક ફિક્કી બની છે. તો બીજી તરફ જે ગ્રાહકો સાધન-સંપન્ન છે તેઓએ પણ નજીકના બજારોમાંથી વસ્તુઓની ખરીદી કરવા મો ફેરવી લીધું છે. આ વર્ષે પ્રતિવર્ષ કરતાં દિવાળીની ખરીદીમાં રિટેલ વેપારીઓને ઓછો વકરો થવાની શકયતાઓ સેવાઇ રહી છે તો બીજી તરફ લોકો હવે ઓનલાઈન શોપિંગ એપનો વધુ પડતો ઉપયોગ કરતાં થયા છે. આથી અહીં આ વર્ષે રિટેલ વેપારીઓની દિવાળીના સમયે ખરીદનારા ગ્રાહકો ઓછા મળે તો નવાઈ નહીં ?


Share

Related posts

અંકલેશ્વરનાં કુમકુમ બંગ્લોઝમાં રૂપિયા 1.70 લાખનાં દાગીનાની ચોરી ..

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) એકતા મંથન શિબિર યોજાઈ

ProudOfGujarat

આ બેંકના એકાઉન્ટ ધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!