Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સરકારી ઈજનેરી કોલેજનાં કર્મચારીઓનો પગાર 3 માસથી અટવાયો.

Share

ભરૂચની સરકારી ઈજનેરી કોલેજનાં તમામ કર્મચારીઓનો પગાર છેલ્લા 3 માસથી અટવાયો છે તે અંગેની વિગત જોતાં ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે કાયમી આચાર્યની બિનઅધિકૃત ભરતીનાં પગલે કેટલો વિવાદ સર્જાયો હતો જેના કારણે વર્ગ 1 થી વર્ગ 4 નાં તમામ કર્મચારીઓનાં પગાર છેલ્લા 3 માસથી અટવાઈ જતાં કુટુંબ પર આર્થિક સંકટ આવી પહોંચ્યું છે. વિચિત્ર બાબત એ છે કે નાની સરખી બાબતને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે જેમ કે ભરૂચની સરકારી ઈજનેરી કોલેજમાં માત્ર ઇન્ચાર્જ આચાર્યની પોસ્ટ હાલ છેલ્લા 3 માસથી કાયમી ધોરણે ટેકનિકલ શિક્ષણ વિભાગ તેમજ નાણાંવિભાગ વચ્ચે મતભેદો સર્જાયા છે જેની સીધી અસર ભરૂચની સરકારી ઈજનેરી કોલેજનાં પગાર પર પડતાં કામ કરતાં વર્ગ 1 થી વર્ગ 4 નાં કર્મચારીઓને 3 માસથી પગાર મળ્યો નથી લોકડાઉન જેવા કપરા દિવસો તેમજ મંદી અને મોંધવારીની પરિસ્થિતિમાં જયારે દિવાળીનો પર્વ સામે હોય ત્યારે આવી રીતે ત્રણ મહિના સુધી પગાર ન મળે તો તેમના કુટુંબની કેવી આર્થિક પરિસ્થિતિ સર્જાય છે તે વિચારવું રહ્યું મડાગાંઠ માત્ર એટલી છે કે ઈજનેરી કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યની પોસ્ટ હતી પરંતુ કાયમી આચાર્યની નિમાણૂક થતા સંકલનનાં અભાવે આ પરિસ્થિતિનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 30 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1892 થઈ.

ProudOfGujarat

અનોખો વિરોધ – અંકલેશ્વરમાં બિસ્માર રસ્તા વચ્ચે જ નગર સેવકે કેક કટિંગ કરી જન્મ દિવસ ઉજવ્યો

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!