Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : એક્ટીવાની ડીકીમાંથી રોકડાં રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી એ ડીવીઝન પોલીસ.

Share

ભરૂચ શહેર પોલીસે મોપેડ જેવા વાહનોની ડીકીમાંથી રોકડા નાણાં અને મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. આ અંગે વિગતે જોતા તા ૨૧/૧૦/૨૦૨૦ નાં રોજ ભરૂચ શહેર લીંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી મંદીર સામે પાર્ક કરેલ જ્યુપીટર મોપેડની ડીકીમાં મુકેલ પર્સમાંથી રોકડા રૂપિયા ૫૦૦ /- તથા રીઅલમી કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન કિમત રૂપિયા- ૯,૫૦૦ / મળી કુલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ /- તેમજ અન્ય દસ્તાવેજોની ચોરી થયેલ જે બાબત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
આ અંગે ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પોલીસ ઇન્સપેકટર એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સર્વેલન્સનાં આધારે સદર ગુનાને અંજામ આપનાર ઇસમ ભરૂચ શહેર સ્ટેશન સર્કલથી પાંચબતી તરફ રીક્ષામાં કેટલાક ફોન ચોરીનાં લઇને પસાર થતો હોવાની બાતમી મળતા પાંચબત્તી નજીક રીક્ષા ચાલક એઝાજ ગુલામ મંહમદ મલેક રહે આલીડીંગી, ઢાળ પાસે, સૈયદવાડ, ભરૂચનાઓ પાસેથી અલગ – અલગ કંપનીનાં પાંચ મોબાઇલ કુલ કિં.રૂ.૨૪,૫૦૦ / તથા રીક્ષાની કિં.રૂ. ૭૫,૦૦૦ /- ગણી કુલ કિં.રૂ. ૯૯,૫૦૦ /- નો મુદ્દામાલ CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદર ઇસમને CRPC ૪૧ (૧) ડી હેઠળ હસ્તગત કરવામાં આવેલ, આ કામે વધુ પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુનાનાં કામે ચોરી કરેલ વધુ એક રીઅલમી સ્માર્ટ મોબાઇલ ફોન કિં.રૂ.૯,૫૦૦ / -તથા રોક્કા રૂપિયા – ૫૦૦- ની કબુલાત કરતા આરોપી પાસેથી રોકડા રૂપીયા તેમજ મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે. આ અંગે આરોપીની ગુનો કરવાની રીતરસમ જોતા તે ધાર્મિક સ્થાનકો કે મોલ કે અન્ય પાર્ક કરેલ મોપેડ પર બેસી ધીરેથી ડીકી ખોલી ડીકીમાંથી પર્સ અને મોબાઈલ ચોરી કરવાની આદત ધરાવે છે.

Advertisement

Share

Related posts

હવે પોસ્ટમેન ઘરે આવી બચત ખાતું ખોલી આપશે, 1 સપ્ટે.થી દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ થશે…

ProudOfGujarat

ભરૂચ એસ. ટી વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કર્મચારીઓએ રેલી યોજી

ProudOfGujarat

કલોલમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ મામલે 13 ની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!