Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પની સેવાનો પ્રારંભ.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા આજથી ઇ-સ્ટેમ્પ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્ટેમ્પ દરેક જગ્યાએ સરકારી કચેરીઓમાં કામકાજમાં લેવામાં આવતા હોય છે, સ્ટેમ્પ વેન્ડરો પાસેથી સ્ટેમ્પ મળી રહે છે પરંતુ ઇ-સ્ટેમ્પએ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા મળી રહે છે. તેવા હેતુથી આજે ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પિંગની શરૂઆત કરવામાં આવી છે.

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે આજથી શહેરના તમામ નાગરિકો સ્ટેમ્પ ખરીદી શકશે તેમ નગરપાલિકાનાં પ્રમુખ સુરભિબેન તમાકુવાળાએ જણાવ્યુ હતું. ઇ-સ્ટેમ્પિંગ પ્રક્રિયાનો પ્રારંભ આજે નગરપાલિકા કચેરી ખાતે ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં હસ્તે કરાયો હતો. જેમને સ્ટેમ્પ ખરીદવાના હોય તેઓએ સવારે 11 થી 2 અને બપોરે 3 થી 5 દરમ્યાન ભરૂચ જિલ્લાનાં દરેક લોકોને ઇ-સ્ટેમ્પ મળી શકશે.

અહીં નોંધનીય છે કે હવે રોજ-બરોજની કોર્ટ, કચેરી કે અન્ય કરારને લગતી પ્રક્રિયામાં સ્ટેમ્પનો વધુ પડતો ઉપયોગ થતો હોય છે, આથી કયારેક સ્ટેમ્પ વેન્ડરો પાસે પણ સ્ટેમ્પની અછત સર્જાતી હોય છે, સ્ટેમ્પની વધુ પડતી અછતને પહોંચી વળવા અને આજના સમયમાં સ્ટેમ્પની વધતી માંગને પૂરી પાડવા માટે આજે સવારે ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા: સીએનજી ગેસ સીલીન્ડરની ચોરી કરતા ઇસમની ગોધરા બી ડીવીઝન પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

વડોદરામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઇ એ અકસ્માત ગ્રસ્ત યુવતીનો જીવ બચાવી માનવતા મહેકાવી.

ProudOfGujarat

શિયાળે જ વડોદરામાં સંકટ : દિવાળીથી નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!