Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ફટાકડા ફોડવાના રસિકો નિરાશ….

Share

ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ભરૂચનાં ફટાકડાનાં શોખીનોમાં ભારે નિરાશા ફેલાઈ ગઇ છે તો સાથે વેપારીઓને જંગી નુકશાન થવાની સંભાવના ઉભી થઇ છે.

દીપાવલીને આડે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર ઉભું થઇ ગયું છે, ફટાકડાનાં વેપારીઓએ ફટાકડાની જંગી ખરીદી પણ કરી લીધી છે. વેપારીઓએ આ વર્ષે ફટાકડાનાં વેપારમાં તેજીની અપેક્ષા રાખી હતી. પરંતુ આજે અચાનક કોરોના મહામારી અને વાયુ પ્રદુષણના કારણે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબધ મૂકી દેતા ફટાકડાનાં શોખીન લોકોમાં ભારે નિરાશા ફેલાઈ ગઇ છે. તે સાથે શિવકાશી અને અન્ય વિસ્તારોમાંથી ખુબ મોટા જથ્થામા ફટાકડા ભરૂચ ખાતે આવી ગયા છે વેપારીઓએ પણ જાતજાતનાં ફટાકડા મંગાવ્યા હતા પરંતુ ફટાકડા પર પ્રતિબંધ મુકાતા ભરૂચનાં ફટાકડાનાં વેપારીઓને જંગી નુકશાન થયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા તાલુકાના વછનાદ ખાતે ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

ProudOfGujarat

સુરતનાં અડાજણ વિસ્તારમાં ઘરકંકાસને કારણે 30 વર્ષીય પરિણીતાની હત્યા ખુદ તેનાપતિએ કરી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસનાં સૂત્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!