Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાતની પેટાચુંટણીની તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચ નગરનાં પાંચબત્તી વિસ્તારમાં ભરૂચ ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાંચબત્તી ખાતે ભાજપનાં આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

ગુજરાત વિધાનસભાની યોજાયેલ પેટા ચુંટણીમાં તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે તો બિહાર વિધાનસભાની ચુંટણીમાં પણ એન.ડી.એ ગઠબંધને સારો દેખાવ કર્યો છે, તેવા સમયે ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભરૂચ ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. પાંચબત્તી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયનાં વધામણા લીધા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જીલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સામન્યત: ચુંટણીમાં વિજયોત્સવ ફટાકડા ફોડી મનાવવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને પ્રદુષણનાં કારણે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે ત્યારે ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝૂંપડપટ્ટી માં રહેતા અને ૨૦૦ રૂપિયા રોજ કમાતા વ્યક્તિ ને મળી ૨૦૦ કરોડ ની કરચોરી અંગેની નોટિસ,પંથકમાં ખળભળાટ…

ProudOfGujarat

અંકલેશ્વર જીનવાલા સર્કલ -પાલિકા વચ્ચે રોડ પર સરકારી બસ ની બ્રેક ફેલ થતા એક સાથે ત્રણ વાહન અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. 

ProudOfGujarat

આલી કાછીયાવાડના નવા ફળિયામાં પાણી, રસ્તા અને સફાઈની અસુવિધા અંગે વિપક્ષે સ્થળ મુલાકાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!